Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હજુ પણ ૬૦% બાકીદારોઃ મનપા આકરા પાણીએ
જામનગર તા. ૮: જામનગરના આસામીઓએ બાકી મિલકત અને સંલગ્ન વેરો ભરપાઈ કરી આપવા મહાનગરપાલિકાએ અનુરોધ કર્યો છે. આ પછી મિલકત જપ્તિની કામગીરી પણ કરવામાં આવનાર છે.
નાણાકીય વર્ષ ર૦ર૪-રપ માટેના મિલકતવેરા તથા તેને સંલગ્ન વેરા ભરપાઈ કરવાની કાયદાકીય મુદ્ત તા. ૧-૪-ર૦ર૪ અને તા. ૧-૧૦-ર૦ર૪ વિતી ગયેલ છે. ચાલુ નાણાકીય વર્ષના બીલો એસએમએસ મારફત અને રૂબરૂ મિલકત ધારકોને બજાવી આપવામાં આવ્યા છે.
ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન એડવાન્સ ટેક્સ રિબેટ અને સો ટકા વ્યાજ માફી જામનગર મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલ છે, પરંતુ હજુ પણ ૬૦ ટકાથી વધુ મિલકત ધારકો દ્વારા તેઓએ બાકી વેરો ભરપાઈ કરેલ નથી.
વેરા વસૂલાત અન્વયે જામનગર મહાનગરપાલિકા દ્વારા વોરંટ અને અનુસુચી બજવણી હાલ કરવામાં આવી રહી છે. આ પછી મિલકત જપ્તિની કામગીરી કરવામાં આવનાર છે.
મિલકત જપ્તિની કાર્યવાહીથી બચવા માટે મિલકત વેરો તથા સંલગ્ન વેરો તરત જ ભરપાઈ કરવા આસી. કમિશનર (ટેક્સ) જીગ્નેશ નિર્મળની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial