Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડેન્ગ્યૂના બાળદર્દીઓની સંખ્યા વધુઃ રોજ ત્રણ હજારથી વધુની ઓપીડીઃ
જામનગર તા. ૮: જામનગરમાં રોગચાળો કાબુમાં આવતો નથી અને દરરોજ નવા નવા દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. એક અંદાજ મુજબ હાલ માત્ર જી.જી.હોસ્પિટલમાં ૩૦૦૦ થી વધુ દર્દીઓ ઓપીડીમાં નોંધાઈ રહ્યા છે. ખાસ કરીને ડેન્ગ્યુ અને તેમાં પણ બાળકોનું વિશેષ પ્રમાણ જોવા મળી રહ્યું છે.
જામનગરને છેલ્લા કેટલાક સમયથી રોગચાળાએ અજગરી ભરડો લીધો હોય તેમ ઘેર ઘેર બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે. સરકારી હોસ્પિટલ અને ખાનગી દવાખાનામાં દર્દીઓની ભારેભીડ જોવા મળી રહી છે.
મળતી માહિતી મુજબ માત્ર જી.જી. સરકારી હોસ્પિટલમાં દરરોજની ૩૦૦૦ થી વધુ દર્દીઓની ઓપીડી રહે છે. દરરોજ ૩૦ થી ૩૫ દર્દીઓને તાવ, શરદી, ઉધરસની બિમારીની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. તેમાંથી ૨૦ થી વધુ દર્દીઓ માત્ર ડેન્ગ્યુના હોય છે.
આ ઉપરાંત દરરોજ ૧૫ થી ૨૦ બાળકો પણ તાવ, શરદી, ઉધરસ, ડેન્ગ્યુની સારવાર માટે દાખલ કરવામાં આવે છે. આમ બાળકોમાં બિમારીનું વિશેષ પ્રમાણ જોવા મળતા થોડા સમય અગાઉ બાળ દર્દીઓ માટે વિશેષ વધારાનો વોર્ડ શરૂ કરવાની ફરજ પડી હતી.
જી.જી. હોસ્પિટલના તમામ વોર્ડમાં હાલ હાઉસફૂલ છે અને ક્ષમતા કરતા વધુ દર્દીઓને દાખલ કરીને સારવાર કરવામાં આવી રહી છે. આ રોગચાળાને કાબુમાં લાવવા માટેની જવાબદારી મહાનગર પાલિકાની છે.
ખાસ કરીને સઘન સફાઈ અને જંતુનાશક દવાના છંટકાવની કામગીરી હજુ વધુ અસરકારક રીતે કરવાની જરૂર છે. અન્યથા રોગચાળો હજુ વધુ વકરી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial