Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રઘુવંશી સમાજ દ્વારા મહાઆરતી, માસ્તાન ભોજન તથા નાત જમણ
'છોટીકાશી' કહેવાતા જામનગરમાં સંત શિરોમણી પૂ. જલારામ બાપાની ૨૨૫મી જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે શ્રી જલારામ જયંતી મહોત્સવ સમિતિ, જામનગર લોહાણા મહાજન સહિતના રઘુવંશી સંગઠનો દ્વારા એમ.પી.શાહ કોલેજના મેદાનમાં નિર્મિત જલારામ નગરમાં પરંપરાગત રીતે માસ્તાન ભોજન (બ્રહ્મભોજન) તથા લોહાણા સમાજના નાત જમણનું આયોજન કરવામાં આવ્યું હતું. અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ, જામનગર લોહાણા મહાજન પ્રમુખ ભરતભાઈ મોદી, ડો. ભગદે, હસમુખભાઈ હિંડોચા, રાજુભાઈ મારફતીયા, અરવિંદભાઈ પાબારી, અનિલભાઈ ગોકાણી, ભરતભાઈ કાનાબાર સહિતના રઘુવંશી અગ્રણીઓ દ્વારા પૂ. જલારામ બાપાની મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારપછી માસ્તાન ભોજન (બ્રહ્મભોજન) યોજાયું હતું અને એ પછી લોહાણા સમાજનું નાત જમણ સંપન્ન થયું હતું. જલારામ જયંતી નિમિત્તે સતત ૨૫ મા વર્ષે આ આયોજન થયું હતું. હજારો રઘુવંશીઓએ મહાપ્રસાદનો લાભ લઈ 'દેને કો ટુકડો ભલો-લેને કો હરીનામ' ના સુત્રને આધારે અન્નસેવાના પૂ. જલારામ બાપાના અનંત પ્રતાપી આશીર્વાદની અનુભૂતિ કરી હતી.
ધનરાજભાઈ નથવાણીની મહોત્સવમાં ઉપસ્થિતિ
દ્વારકા દેવસ્થાન સમિતિના વાઈસ ચેરમેન તથા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ધનરાજભાઈ નથવાણી પણ જલારામ નગરમાં આયોજીત બ્રહ્મભોજન તથા લોહાણા સમાજના નાત જમણના કાર્યક્રમની મુલાકાત લેવામાં આવી હતી. આ તકે આયોજકો પૈકીના જીતુભાઈ લાલ સહિતના અગ્રણીઓ દ્વારા ધનરાજભાઈનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. ધનરાજભાઈ દ્વારા સમગ્ર આયોજનની પ્રશંસા કરી કરી શુભેચ્છાઓ પાઠવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial