Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોશ્યલ મીડિયામાં ફરતો વીડિયો સફારીના રૂટનો નથી? કલેક્ટર
ખંભાળિયા તા. ૮: સોશ્યલ મીડિયામાં ફરતા વીડિયો અંગે તંત્રે સ્૫ષ્ટતા કરી છે, ભાણવડ બરડા ડુંગર જંગલ સફારી અંગે રપ૧ હેક્ટર જમીનની સરકારમાં દખાસ્ત થઈ છે, તેમ કલેક્ટર પંડ્યાએ જણાવ્યું છે.
તાજેતરમાં સોશ્યલ મીડિયામાં ભાણવડ પાસેના બરડા ડુંગર જંગલ સફારીનો વીડિયો વાયરલ થયો તે અંગે જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ વીડિયો કિલેશ્વર કપૂરડી નેશમાં સરકારી મિટિંગનો છે તે જંગલ સફારીના રૂટનો નથી.
દ્વારકા જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા તથા દ્વારકા ડી.સી.એફ. દ્વારા એક મુલાકાતમાં જણાવાયું હતું કે, ભાણવડ જંગલ સફારીના સંદર્ભમાં પાર્ક બનાવવા માટે જંબુસર ગામની ૧૧૭ હેક્ટર જમીન સફારી પાર્ક માટે અનામત રાખવા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ભાણવડમાં ફોરેસ્ટ ઓફિસ માટે તથા મોડપરમાં ટિકિટ બારી માટે જગ્યા પણ ફાળવવામાં આવી છે.
બરડા જંગલ સફારી હાલમાં જ શરૂ થઈ છે. જેનો લોકોમાં સારો પ્રતિસાદ તથા દ્વારકા જિલ્લામાં નવું એક આકર્ષણ પર્યટન પ્રવાસીઓ માટે થઈ રહ્યું છે, ત્યારે ખોટ ભ્રામક વીડિયો અપ પ્રચારો કરતા હોય છે ત્યારે જિલ્લા કલેક્ટર તથા ડી.સી.એફ. વન વિભાગ દ્વારા સ્પષ્ટતાના વીડિયો સોશ્યલ મીડિયામાં મૂકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial