Advertisement
Author: નોબત સમાચાર

રિસામણે ગયેલા પત્ની પરત ન આવતા વ્યથિત પતિનો ગળાફાંસોઃ બીમારીથી ત્રસ્ત પ્રૌઢનો ગળાટૂંપો

દંપતીએ ઝેરી દવા પીધા પછી પતિનું સારવારમાં મૃત્યુઃ સાળા સાથે બોલાચાલીથી બનેવીની આત્મહત્યાઃ

જામનગર તા. ૮: જામનગરના એક યુવાને રિસામણે ગયેલા પત્નીને મનાવી લેવા કરેલો પ્રયાસ નિષ્ફળ જતાં ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી છે. તહેવારોમાં પત્નીને સાળા સાથે વતનમાં ન જવા કહ્યા પછી ખેતમજૂરે સાળા સાથે થયેલી બોલાચાલીથી માઠું લગાડી વિષપાન કર્યું હતું. તેઓનું મૃત્યુ નિપજ્યું છે. ઉપરાંત જામજોધપુરના દલ દેવરીયા ગામના પ્રૌઢે માનસિક બીમારીથી કંટાળી ગળાટૂંપો ખાધો છે અને દસેક દિવસ પહેલાં ચાંપાબેરાજામાં પતિ-પત્નીએ એકસાથે દવા પી લીધી હતી જેમાંથી પતિનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.

જામનગરના રણજીત સાગર રોડ આવેલા પટેલપાર્ક નજીક આશીર્વાદદીપ-૧ સોસાયટીમાં વસવાટ કરતા જીગર ગિરીશભાઈ સોલંકી નામના ૨૬ વર્ષના યુવાને બુધવારની રાત્રિથી ગુરૂવારની સવાર સુધીમાં પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે.

બનાવની તેમના પિતા ગિરીશભાઈ કારાભાઈ સોલંકીએ પોલીસને જાણ કરી છે. પીએસઆઈ એલ.બી. જાડેજાએ તેઓનું નિવેદન નોંધ્યું છે. તેમાં જણાવવામાં આવ્યા મુજબ જીગરભાઈના લગ્ન દોઢેક વર્ષ પહેલાં રાજકોટના માનસીબેન સાથે કરવામાં આવ્યા હતા. તે પછી એકાદ મહિના પહેલાં આ દંપતી વચ્ચે કોઈ બાબતે વિખવાદ થતાં રીસાયેલા માનસીબેન પોતાના પિયર રાજકોટ ચાલ્યા ગયા હતા. તેણીને તેડી જવા માટે પખવાડીયા પહેલાં જીગરભાઈ સાસરે ગયા હતા. પરંતુ માનસીબેન આવ્યા ન હતા. આથી ગુમસુમ રહેતા જીગરભાઈએ ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. પોલીસે નિવેદન પરથી આગળ ની કાર્યવાહી કરી છે.

જામનગર-કાલાવડ માર્ગ પર આવેલા વિજરખી ગામમાં દેવાયતભાઈ નારણભાઈ વિરડા નામના ખેડૂતના ખેતરમાં મજૂરી કામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના સેજાવાડા ગામના વતની નવલસિંગ મદનભાઈ ગણાવા (ઉ.વ.૨૯) નામના શ્રમિકે ગઈ તા.૩૧ની સાંજે તે ખેતરમાં જ કોઈ ઝેરી દવા પી લીધી હતી. સારવાર માટે જામ નગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા આ યુવાનનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. તેમના પિતા અને હાલમાં પડધરી તાલુકાના હડમતીયામા ખેતમજૂરી કરતા મદનભાઈ ગુમાનભાઈ ગણાવાએ પોલીસને જાણ કરી છે. 

તેઓએ પોલીસને જણાવ્યા મુજબ નવલસિંગના પત્ની જમકુબેનને દિવાળીના તહેવારોમાં વતનમાં લઈ જવા માટે જમકુબેનનો ભાઈ અનેશ આવ્યો હતો. તે વેળાએ નવલસિંગે તેની સાથે વતનમાં જવું નથી તેમ કહ્યું હતું તેથી સાળા-બનેવી વચ્ચે બોલાચાલી થઈ હતી. તે બાબતનું માઠું લાગી આવતા નવલસિંગે દિવાળીની સાંજે વિષપાન કર્યું હતું. પોલીસે તપાસ આદરી છે.

જામજોધપુર તાલુકાના દલ દેવરીયા ગામમાં વસવાટ કરતા ડાયાભાઈ મેપાભાઈ પરમાર નામના ૫૫ વર્ષના પ્રૌઢ માનસિક બીમારીથી પીડાતા હતા. તેઓને સારવાર અપાવવામાં આવી રહી હતી. અવારનવાર આત્મહત્યા કરી લેવાની વાતો કરતા આ પ્રૌઢે ગઈકાલે બપોરે દોઢેક વાગ્યે પોતાના ઘરે પંખામાં પ્લાસ્ટિક દોરી વડે ગાળીયો બનાવી ગળા ફાંસો ખાઈ લીધો હતો. આ પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. શેઠ વડાળા પોલીસે નિતેશભાઈ ધનજીભાઈ પરમારનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.

જામનગર તાલુકાના ચાંપા બેરાજા ગામમાં રહેતા મૂળ અમદાવાદના ભદ્રેશસિંહ મંગુભા જાડેજા (ઉ.વ.૩૪) નામના યુવાન થોડા વખત પહેલાં અમદાવાદમાં એક કારખાનામાં કામ કરતા હતા.

તે કારખાનામાં અકસ્માતે ભદ્રેશસિંહના હાથની આંગળીઓ મશીનમાં આવી જતાં કપાઈ ગઈ હતી. તેથી થોડા સમય સુધી આ યુવાન કામ કરી શક્યા ન હતા અને હજુ તેઓ કામધંધો કરી નહીં શકે તેવી ચિંતાથી તેમના પત્ની હિરલબા (ઉ.વ.૩૪) ત્રસ્ત રહેતા હતા. અમદાવાદથી આ દંપતી જામનગર તાલુકાના ચાંપાબેરાજા ગામમાં રહેવા માટે આવ્યું હતું. તે પછી હવે કામ નહીં થઈ શકે તેમ માની ગઈ તા.૨૭ના દિને ભદ્રેશસિંહે પોતાના ઘરમાં પડેલી કોઈ ઝેરી દવાની શીશી ઉપાડી મોઢે માંડી હતી. તે દૃશ્ય પત્ની હિરલબા જોઈ જતાં તેઓએ પતિના હાથમાંથી દવાની શીશી ઝૂંટવી પોતે પણ પી લીધી હતી.

દવાની ઝેરી અસર થવા લાગતા આ દંપતીને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં હિરલબાની તબીયત સુધરતા તેઓને રજા આપવામાં આવી હતી અને ભદ્રેશસિંહ સારવારમાં રહ્યા હતા. આ યુવાનનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જમાદાર એમ.એમ. જાડેજાએ હિરલબાનું નિવેદન નોંધ્યું છે.દંપતીએ ઝેરી દવા પીધા પછી પતિનું સારવારમાં મૃત્યુઃ સાળા સાથે બોલાચાલીથી બનેવીની આત્મહત્યાઃ

જામનગર તા. ૮: જામનગરના એક યુવાને રિસામણે ગયેલા પત્નીને મનાવી લેવા કરેલો પ્રયાસ નિષ્ફળ જતાં ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી છે. તહેવારોમાં પત્નીને સાળા સાથે વતનમાં ન જવા કહ્યા પછી ખેતમજૂરે સાળા સાથે થયેલી બોલાચાલીથી માઠું લગાડી વિષપાન કર્યું હતું. તેઓનું મૃત્યુ નિપજ્યું છે. ઉપરાંત જામજોધપુરના દલ દેવરીયા ગામના પ્રૌઢે માનસિક બીમારીથી કંટાળી ગળાટૂંપો ખાધો છે અને દસેક દિવસ પહેલાં ચાંપાબેરાજામાં પતિ-પત્નીએ એકસાથે દવા પી લીધી હતી જેમાંથી પતિનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.

જામનગરના રણજીત સાગર રોડ આવેલા પટેલપાર્ક નજીક આશીર્વાદદીપ-૧ સોસાયટીમાં વસવાટ કરતા જીગર ગિરીશભાઈ સોલંકી નામના ૨૬ વર્ષના યુવાને બુધવારની રાત્રિથી ગુરૂવારની સવાર સુધીમાં પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે.

બનાવની તેમના પિતા ગિરીશભાઈ કારાભાઈ સોલંકીએ પોલીસને જાણ કરી છે. પીએસઆઈ એલ.બી. જાડેજાએ તેઓનું નિવેદન નોંધ્યું છે. તેમાં જણાવવામાં આવ્યા મુજબ જીગરભાઈના લગ્ન દોઢેક વર્ષ પહેલાં રાજકોટના માનસીબેન સાથે કરવામાં આવ્યા હતા. તે પછી એકાદ મહિના પહેલાં આ દંપતી વચ્ચે કોઈ બાબતે વિખવાદ થતાં રીસાયેલા માનસીબેન પોતાના પિયર રાજકોટ ચાલ્યા ગયા હતા. તેણીને તેડી જવા માટે પખવાડીયા પહેલાં જીગરભાઈ સાસરે ગયા હતા. પરંતુ માનસીબેન આવ્યા ન હતા. આથી ગુમસુમ રહેતા જીગરભાઈએ ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. પોલીસે નિવેદન પરથી આગળ ની કાર્યવાહી કરી છે.

જામનગર-કાલાવડ માર્ગ પર આવેલા વિજરખી ગામમાં દેવાયતભાઈ નારણભાઈ વિરડા નામના ખેડૂતના ખેતરમાં મજૂરી કામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના સેજાવાડા ગામના વતની નવલસિંગ મદનભાઈ ગણાવા (ઉ.વ.૨૯) નામના શ્રમિકે ગઈ તા.૩૧ની સાંજે તે ખેતરમાં જ કોઈ ઝેરી દવા પી લીધી હતી. સારવાર માટે જામ નગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા આ યુવાનનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. તેમના પિતા અને હાલમાં પડધરી તાલુકાના હડમતીયામા ખેતમજૂરી કરતા મદનભાઈ ગુમાનભાઈ ગણાવાએ પોલીસને જાણ કરી છે. 

તેઓએ પોલીસને જણાવ્યા મુજબ નવલસિંગના પત્ની જમકુબેનને દિવાળીના તહેવારોમાં વતનમાં લઈ જવા માટે જમકુબેનનો ભાઈ અનેશ આવ્યો હતો. તે વેળાએ નવલસિંગે તેની સાથે વતનમાં જવું નથી તેમ કહ્યું હતું તેથી સાળા-બનેવી વચ્ચે બોલાચાલી થઈ હતી. તે બાબતનું માઠું લાગી આવતા નવલસિંગે દિવાળીની સાંજે વિષપાન કર્યું હતું. પોલીસે તપાસ આદરી છે.

જામજોધપુર તાલુકાના દલ દેવરીયા ગામમાં વસવાટ કરતા ડાયાભાઈ મેપાભાઈ પરમાર નામના ૫૫ વર્ષના પ્રૌઢ માનસિક બીમારીથી પીડાતા હતા. તેઓને સારવાર અપાવવામાં આવી રહી હતી. અવારનવાર આત્મહત્યા કરી લેવાની વાતો કરતા આ પ્રૌઢે ગઈકાલે બપોરે દોઢેક વાગ્યે પોતાના ઘરે પંખામાં પ્લાસ્ટિક દોરી વડે ગાળીયો બનાવી ગળા ફાંસો ખાઈ લીધો હતો. આ પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. શેઠ વડાળા પોલીસે નિતેશભાઈ ધનજીભાઈ પરમારનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.

જામનગર તાલુકાના ચાંપા બેરાજા ગામમાં રહેતા મૂળ અમદાવાદના ભદ્રેશસિંહ મંગુભા જાડેજા (ઉ.વ.૩૪) નામના યુવાન થોડા વખત પહેલાં અમદાવાદમાં એક કારખાનામાં કામ કરતા હતા.

તે કારખાનામાં અકસ્માતે ભદ્રેશસિંહના હાથની આંગળીઓ મશીનમાં આવી જતાં કપાઈ ગઈ હતી. તેથી થોડા સમય સુધી આ યુવાન કામ કરી શક્યા ન હતા અને હજુ તેઓ કામધંધો કરી નહીં શકે તેવી ચિંતાથી તેમના પત્ની હિરલબા (ઉ.વ.૩૪) ત્રસ્ત રહેતા હતા. અમદાવાદથી આ દંપતી જામનગર તાલુકાના ચાંપાબેરાજા ગામમાં રહેવા માટે આવ્યું હતું. તે પછી હવે કામ નહીં થઈ શકે તેમ માની ગઈ તા.૨૭ના દિને ભદ્રેશસિંહે પોતાના ઘરમાં પડેલી કોઈ ઝેરી દવાની શીશી ઉપાડી મોઢે માંડી હતી. તે દૃશ્ય પત્ની હિરલબા જોઈ જતાં તેઓએ પતિના હાથમાંથી દવાની શીશી ઝૂંટવી પોતે પણ પી લીધી હતી.

દવાની ઝેરી અસર થવા લાગતા આ દંપતીને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં હિરલબાની તબીયત સુધરતા તેઓને રજા આપવામાં આવી હતી અને ભદ્રેશસિંહ સારવારમાં રહ્યા હતા. આ યુવાનનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જમાદાર એમ.એમ. જાડેજાએ હિરલબાનું નિવેદન નોંધ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh