Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૮: દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના વીરપર ગામે આવેલા સરકારી ખરાબામાં ગેરકાયદે બોકસાઈટનું ખોદકામ થતું હોવાની બાતમી જિલ્લા એલસીબીના ડાડુભાઈ તથા પ્રવિણભાઈને મળતા તેમણે પણ ખનીજ વિભાગને સાથે રાખી ચેકીંગ કરતા ગેરકાયદે ખનીજ ખોદેલ ૩૦૦ ટન જેટલો બોકસાઈટનો જથ્થો મળી આવતા જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સરકારી ખરાબામાંથી ખોદાતા આ બોકસાઈટ ખનીજનો જથ્થો કોણે ખોદયો? કયાં સાધનો વપરાયા, કેટલો જથ્થો કઢાયો ખાડા કેટલા છે ? કોણ આ કૃત્યમાં સંડોવાયું છે તે અંગે એલસીબી તથા ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial