Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરકારી હોસ્પિટલમાં જ ૪૫૦ દર્દીઓ નોંધાયા
ખંભાળીયા તા. ૮: શિયાળાના પ્રારંભ પહેલા જ મિશ્ર ઋતુના અનુભવથી રોગચાળો ફેલાતા હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે.
ખંભાળીયા શહેરમાં નવા વર્ષના પ્રારંભે સવારે ઠંડી તથા રાત્રે અને બપોરે ગરમીના મિશ્ર વાતાવરણથી તથા હાલ દિવસોથી સફાઈકર્મીઓના આંદોલનથી સફાઈ કાર્ય ચોક્કસ રીતે ના થતું હોય તથા ચાર દિવસથી તો ફરી હડતાલ પણ શરૂ થઈ જતા અનેક સ્થળે ગંદકીના ઢગલા, કચરો, ગટરો છલકાતી હોવાના લીધે મચ્છરોનો ઉપદ્રવ ખૂબ વધી ગયો છે, તો શહેરની અંદરના સાંકડા તથા ઓછી અવરજવરવાળા વિસ્તારોમાં ઉંદરોનો ઉપદ્રવ, રખડતા પશુઓને લીધે શહેરમાં ઉધરસ, શરદી, તાવ, ક્યાંક ડેન્ગ્યુના કેસ, તો કયાંક ઝેરી મેલેરીયા જેવા કેસોએ પણ માથું ઉંચક્યું હોય, ગઈકાલે સરકારી હોસ્પિટલમાં જ ૪પ૦ જેટલા ઓપીડી દર્દીઓ આવ્યા હતાં. તો ગંદકી તથા કચરા અને ગટરો છલકાવાના લીધે ચિંતાજનક રીતે ડેન્ગ્યુના કેસ પણ થવા લાગ્યા છે.
રોગચાળો વધુ ફેલાય તે પહેલા સફાઈકાર્ય વ્યવસ્થિત શરૂ થાય તથા ગંદકી, ઉકરડા, કચરા તથા અસહ્ય દુર્ગંધ સાથે ગટરો છલકાતા રસ્તાઓની સ્થિતિથી લોકોને છૂટકારો મળે તે માટે શહેરીજનોમાં માંગણી ઉઠવા પામી છે. રોગચાળો નવા વર્ષે શરૂ થયો છે ત્યારે શરૂઆતથી જ આ સ્થિતિને ડામવા તંત્રએ સખ્ત પગલા લેવા અનિવાર્ય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial