Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૮: નોબત પરિવારના વડીલ, નવાનગર કો.ઓ. બેંકના પૂર્વ ચેરમેન તથા જામનગર લોહાણા મહાજનના પૂર્વ ઉપપ્રમુખ કિરણભાઈ માધવાણીનું નિધન થતાં જામનગરની વિવિધ સંસ્થાઓ, હોદ્દેદારોએ સંસ્થા વતી શોકસંદેશ પાઠવીને સ્વ. કિરણભાઈ માધવાણીને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સ ઓફ ઈન્ડીયા, જામનગર (ડબલ્યુઆઈઆરસી)ના ચેરમેન પ્રિતેશ મહેતા, ધી કોમર્શિયલ કો.ઓ. બેંક (કો.કો.બેંક)ના ચેરમેન પ્રવિણભાઈ ચોટાઈ તથા બોર્ડ ઓફ ડીરેકટર્સ, લોક વિચાર મંચના અધ્યક્ષ સદેવંત મકવાણા, ઈન્ડિયન રેડક્રોસ, સોસાયટી (દેવભૂમિ દ્વારકા જિલ્લા બ્રાન્ચ)ના ડિસ્ટ્રીકટ ચેરમેન કિરીટભાઈ મજીઠીયા, વાત્સલ્ય વૃદ્ધાશ્રમ વસઈના સંચાલક ભાવનાબેન પરમાર, જામનગર સહકારી ઉદ્યોગનગર સંઘ લિ.ના ચેરમેન ધીરજલાલ કારીયા તથા સંઘના સભાસદો, સીનીયર સિટીઝન કાઉન્સીલના પ્રમુખ ઉરેશભાઈ મણીયાર, મંત્રી સુભાષભાઈ જોશી તથા સમગ્ર કારોબારી ટીમ અને સંસ્થા પરિવારે સ્વ. કિરણભાઈને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં.
ભાણવડના સ્વ. મસરીભાઈ જગાભાઈ સ્મૃતિ વર્તુળ દ્વારા પુસ્તક સ્વરૂપે શ્રધ્ધાંજલિ
'નોબત' પરિવારના વડીલ કિરણભાઈ માધવાણીના નિધન અંગે ભાણવડના સ્વ. મસરીભાઈ જગાભાઈ સ્મૃતિ વર્તુળના સંયોજક બલદેવભાઈ વારોતરીયા (એડવોકેટ) દ્વારા રમેશ સંઘવી દ્વારા સંપાદિત 'અંતિમ પર્વ' પુસ્તક સ્વરૂપે શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. આ પુસ્તકમાં ઓશો વિનોબા ભાવે, કાકા કાલેલકર, હરીન્દ્ર દવે, રવિન્દ્રનાથ જેવા વિદ્યાન મહાનુભાવોના જન્મ અને મૃત્યુ અંગેના લેખ-ચિંતન પ્રસ્તુત કરાયા છે. આ ઉપરાંત બદલેવભાઈએ ચંદુ મટાણી, આશિત-હેમા દેસાઈના કંઠે તૈયાર કરેલ. 'અંતિમ પર્વ'ની વિડીયો ડિવીડીના સ્વરૂપમાં પણ શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial