Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતના ટોપ થ્રી દાનવીરોમાં બજાજ ત્રીજા સ્થાને
નવી દિલ્હી તા. ૮: એડલગિવ હુરૂન ઈન્ડિયાની યાદી મુજબ શિવ નાડર દેશના નંબર-૧ દાનવીર છે. અંબાણી બીજા અને બજાજ ત્રીજા ક્રમે છે.
એચસીએલના સહ-સ્થાપક શિવ નાદર દેશના સૌથી મોટા પરોપકારી છે. શિવ અને તેમના પરિવારે ગયા વર્ષે એટલે કે નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪ માં ર,૧પ૩ કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. એટલે કે રોજના પ.૯૦ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતાં. આ માહિતી એડલગિવ હુરૂન ફિલાન્થ્રોપી લિસ્ટ ર૦ર૪ માં આપવામાં આવી છે. ગુરૂવાર, ૭ નવેમ્બરના જાહેર કરવામાં આવેલી આ યાદીમાં નાદર પરિવાર ટોપ પર છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી અને તેમનો પરિવાર બીજા ક્રમે છે. અંબાણીએ નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪ માં ૪૦૭ કરોડ રૂપિયાનું દાન કર્યું હતું.
બજાજ પરિવારે ૩પર કરોડ રૂપિયાનું દાન આપીને યાદીમાં ત્રીજુ સ્થાન મેળવ્યું છે. આ ર૦ર૩ કરતા ૩૩ ટકા વધુ છે.
દાતાઓની યાદીમાં ટોચની ૧૦ હસતિઓએ કુલ રૂ. ૪,૬રપ કરોડનું દાન આપ્યું છે, જે યાદીમાંના કુલ દાનના લગભગ પ૩ ટકા છે. યાદી અનુસાર અદાણી, અંબાણી, બિરલા સહિતના ઘણાં અબજોપતિઓની કુલ રકમ ઉમેરીએ તો પણ નાદરની દાનની રકમ તે બધા કરતા વધુ છે.
ઓટોમોટિવ અને ફાઈનાન્સ સેક્ટરના બિઝનેસમેન બજાજ પરિવારે ૩પર કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે, જે વાર્ષિક ધોરણે ૩૩ ટકાનો વધારો છે. આ કુટુંબ ત્રીજા ક્રમે હતું. કુમારમંગલમ્ બિરલા અને તેમનો પરિવાર ૩૩૪ કરોડ રૂપિયાના દાન સાથે ચોથા ક્રમે છે. ક્રિષ્ના ચિવુકુલા અને સુસ્મિતા અને સુબ્રતો બાગચીએ યાદીમાં ૭ મું અને ૯ મું સ્થાન મેળવ્યું છે.
ટોચના ૧૦ પરોપકારીઓમાંથી ૬ એ તેમના સીએસઆર (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) હેઠળ શિક્ષણ માટે વધુ નાણા આપ્યા છે. યાદીમાં યુવા દાતાઓમાં એશિયન પેઈન્ટ્સ સાથે સંકળાયેલા ૩પ વર્ષિય વિવેક વકીલ સૌથી યુવા દાતા છે. તેણે ૮ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. ઝેરોધાના સહ-સ્થાપક નિખિલ કામથ (૩૮), જે ગયા વર્ષે (ર૦ર૩ સૌથી યુવા દાતા હતાં. આ વર્ષે ત્રીજા સ્થાને આવ્યા છે. નિખિલે તેના ભાઈ અને ઝેરોધાના સીઈઓ નીતિન કામથ (૪પ) સાથે મળીને ૧ર૦ કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.
હુરૂનની યાદી અનુસાર ર૦૩ વ્યક્તિઓ એવા હતાં જેમણે પ કરોડ રૂપિયાથી વધુનું દાન કર્યું છે. ૧.પ૩૯ લોકોની કુલ સંપત્તિ ૧,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ હતી. તેમની કુલ સંપત્તિમાં ૪૬ ટકાનો વધારો થયો છે. ૩.૧૪ લાખ કરોડની સંપત્તિ સાથે નાદર શ્રીમંતોની યાદીમાં ત્રીજા ક્રમે છે, જ્યારે અદાણીની સંપત્તિ ૧૧.૬ લાખ કરોડ રૂપિયા અને અંબાણીની સંપત્તિ ૧૦.૧૪ લાખ કરોડ રૂપિયા છે.
શિવ નાદર અને પરિવાર ર,૧પ૩ કરોડ, મુકેશ અંબાણી અને પરિવાર ૪૦૭, બજાજ પરિવાર ૩પર, કુમાર મંગલમ્ બિરલા અને પરિવાર ૩૩૪, ગૌતમ અદાણી અને પરિવાર ૩૩૦, નંદન નિલેકણી અને પરિવાર ૩૦૭, ક્રિષ્ના ચિવુકુલા રર૮, અનિલ અગ્રવાલ અને પરિવાર ૧૮૧, સુષ્મી અને સુષ્મી ૭૯, રોહિણી નિલેકણી ૧પ૪ કરોડનું દાન આપ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial