Advertisement
Author: નોબત સમાચાર

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો લઘુમતી તરીકેનો દરજ્જો યથાવત્ રાખતી સુપ્રિમ કોર્ટઃ ઐતિહાસિક ફેંસલો

સીજેઆઈ ચંદ્રચૂડની નિવૃત્તિના દિવસે ૪ વિરૂદ્ધ ૩ ની બહુમતીથી લાર્જર બેન્ચનો ચૂકાદો

નવી દિલ્હી તા. ૮: અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો લઘુમતી તરીકેનો દરજ્જો યથાવત્ રહેશે. સુપ્રિમ કોર્ટે આ ચૂકાદો ચાર વિરૂદ્ધ ત્રણ જજની બહુમતી સાથે આપ્યો છે, જેને ઐતિહાસિક ગણાવાઈ રહ્યો છે.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીએ લઘુમતી સંસ્થાન છે કે નહીં તેના દરજ્જા અંગે સુપ્રિમ કોર્ટનો ચૂકાદો આવી ગયો છે. સાત જજોની બેન્ચે આ મામલે ચૂકાદો સંભળાવ્યો છે. આ ચૂકાદો એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કેમ કે ઓ સીજેઆઈ ચંદ્રચૂડ નિવૃત્ત થઈ રહ્યા છે અને નિવૃત્તિના દિવસે જ તેમણે આ ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે. સાત જજોની બેન્ચે ૪-૩ ના બહુમતથી આ અંગે ચૂકાદો આપ્યો હતો.

સાત જજોની બેન્ચે ૪-૩ થી ચૂકાદો આપ્યો હતો કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી એક લઘુમતી સંસ્થાન જ ગણાશે. આ સાથે આ ઐતિહાસિક ચૂકાદામાં સીજેઆઈના નેતૃત્વ હેઠળની બેન્ચે કહ્યું કે લઘુમતી સંસ્થાનોના નવા માપદંડ નક્કી કરાશે અને તેની જવાબદારી ત્રણ જજોની બેન્ચને સોંપવામાં આવી છે. આ મામલે સીજેઆઈ સહિત ચાર જજોએ એકમત થઈને ચૂકાદો આપ્યો હતો, જો કે અન્ય ત્રણ જજોએ ડિસન્ટ નોટ આપી હતી. સીજેઆઈ અને જસ્ટિસ પારડીવાલા એકમત દેખાયા હતાં, જ્યારે જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ દિપાંકર દત્તા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માનો ચૂકાદો અલગ રહ્યો હતો. કોર્ટે તેના ચૂકાદામાં એએમયુ એક લઘુમતી સંસ્થાન છે તેમ જણાવ્યું છે. આ સાથે ૧૯૬૭ નો ચૂકાદો ફગાવી દીધો હતો.

એઅમયુના લઘુમતી દરજ્જા અંગેનો વિવાદ ૧૯૬પ માં શરૂ થયો હતો. તત્કાલિન કેન્દ્ર સરકારે ર૦ મે ૧૯૬પ ના એએમયુ એક્ટમાં સુધારો કરીને સ્વાયતતા ખતમ કરી દીધી હતી, જેને અઝીઝ બાશાએ ૧૯૬૮ માં સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો હતો. ત્યારે પાંચ જજની બેન્ચે ચૂકાદો આપ્યો કે એએમયુ લઘુમતી સંસ્થાન નથી. તેમાં ખાસ વાત એ હતી કે એએમયુને પક્ષકાર બનાવવામાં આવી નહોતી. ૧૯૭ર માં ઈન્દિરા ગાંધી સરકારે પણ સ્વીકાર્યું હતું કે એએમયુ લઘુમતી સંસ્થા નથી. યુનિવર્સિટીમાં પણ આનો વિરોધ થયો હતો. પાછળથી ઈન્દિરા ગાંધી સરકારે ૧૯૮૧ માં એએમયુ એક્ટમાં ફેરફારો કર્યા અને યુનિવર્સિટીને લઘુમતી સંસ્થા તરીકે જાહેર કર્યું, પછી ર૦૦૬ માં એએમયુની જેએન મેડિકલ કોલેજમાં મુસ્લિમો માટે પ૦ ટકા એમડી, એમએસ સીટી અનામત રાખવાના વિરોધમાં હિન્દુ વિદ્યાર્થીઓ અલ્હાબાદ હાઈકોર્ટમાં પહોંચ્યા હતાં.

હાઈકોર્ટે ચૂકાદો આપ્યો કે એએમયુ લઘુમતી સંસ્થા ન હોઈ શકે. આ નિર્ણયના વિરોધમાં એએમયુ સુપ્રિમ કોર્ટમાં  ગઈ હતી. ત્યારથી આ કેસ વિચારણા હેઠળ હતો, જેને આજે ઐતિહાસિક આપ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh