Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં ૧૧ નવેમ્બરથી શરૂ થશે મગફળીની ટેકાના ભાવે ખરીદીઃ મુખ્યમંત્રી કરાવશે પ્રારંભ

૩.૩૩ લાખથી વધુ ખેડૂતોએ કરાવી ઓનલાઈન નોંધણીઃ

ગાંધીનગર તા. ૮: ગુજરાતમાં મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા મગફળી પકવતા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કરી સુયોગ્ય આયોજન કર્યું છે, તેમ કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.

કૃષિ મંત્રીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, સાબરકાંઠાના હિંમતગનર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી તા. ૧૧ નવેમ્બરના એકસાથે રાજ્યભરના ૧૬૦ થી વધુ ખરીદ કેન્દ્રોમાં મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવશે.

ટેકાના ભાવે મગફળીનું વેંચાણ કરવા માટે અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૩,૩૩,૦૦૦ થી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. નોંધણી કરાવેલા તમામ ખેડૂતો પાસેથી રૂ.  ૧,૩પ૬.૬૦ પ્રતિ મણના ભાવે પૂરતા પ્રમાણમાં મગફળીની ખરીદી કરવામાં આવશે. કોઈપણ અફવાઓ કે વાતોમાં આવ્યા વગર ટેકાના ભાવે વેંચાણનો લાભ લેવા રાજ્યભરના ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે. બાકી હોય તેવા ખેડૂતો આગામી તા. ૧૦ નવેમ્બર સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે.

ગુજરાતના ખેડૂતોને તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ અને આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતો નોંધણી કરાવી શકે તે માટે નાફેડનું ઈ-સમૃદ્ધિ પોર્ટલ તા. ૩-૧૦-ર૦ર૪ થી તા. ૩૧-૧૦-ર૦ર૪ સુધી ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું.

રાજ્યનો કોઈપણ ખેડૂત ટેકાના ભાવે ખરીદીના લાભથી વંચિત ન રહી જાય તે માટે આ નોંધણી પ્રક્રિયા આગામી તા. ૧૧ નવેમ્બર ર૦ર૪ સુધી લંબાવવામાં આવી છે.

ભારત સરકારના પ્રધાનમંત્રી અન્નદાતા આચ સંરક્ષણ અભિયાન અંતર્ગત પી.એસ.એસ. હેઠળ ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકની ટેકાના ભાવે તા. ર૧ મી ઓક્ટોબરથી ખરીદી શરૂ કરવામાં આવી છે. કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્યમાં મગફળી માટે ૧૬૦, મગ માટે ૭૩, અડદ માટે ૧૦પ અને સોયાબીન માટે ૯૭ ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી કુલ રૂ.  ૭૬૪પ કરોડના મૂલ્યની ૧૧.ર૭ લાખ મેટ્રિક ટન મગફળી રૂ.  ૪પ૦ કરોડના મૂલ્યની ૯ર,૦૦૦ મેટ્રિક ટન સોયાબીન, રૂ.  ૩૭૦ કરોડના મૂલ્યની પ૦,૯૭૦ મેટ્રિક ટન અડદ અને રૂ.  ૭૦ કરોડના મૂલ્યની ૮૦૦૦ મેટ્રિક ટન મગની મળીને કુલ રૂ.  ૮૪૭૪ કરોડના મૂલ્યની આશરે ૧ર.૭૮ લાખ મેટ્રિક ટન જણસોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh