Advertisement
Author: નોબત સમાચાર

અમેરિકામાં જન્મથી જ મળતી ઓટોમેટિક નાગરિકતા પર મૂકાશે અંકુશઃ લાખો ઈન્ડો-અમેરિકાનો થશે પ્રભાવિત

ટ્રમ્પ સત્તા સંભાળતા જ કરશે આદેશઃ કોર્ટમાં ચેલેન્જની સંભાવના

વોશિંગ્ટન તા. ૮: અમેરિકામાં ટ્રમ્પ સત્તા સાંભળતા જ અમેરિકામાં જન્મથી જ મળતી ઓટોમેટિક નાગરિકતા પર અંકુશ મૂકશે, જેની લાખો ભારતીય અમેરિકનોને અસર થઈ શકે છે.

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને બહાર કાઢવાની વાત કરતા રહ્યા છે. આ સિવાય અમેરિકામાં જન્મથી બાળકોને આપવામાં આવતી ઓટોમેટિક નાગરિકતા ખતમ કરવાની તેમની પ્રાથમિકતાઓમાંથી એક છે. મોટી સંખ્યામાં ભારતીયો પણ તેનાથી પ્રભાવિત થશે.

રાષ્ટ્રપતિ તરીકે સત્તા સંભાળવ્યા પછી ટ્રમ્પ પહેલા જ દિવસે આ સંબંધિત આદેશ પર હસ્તાક્ષર કરવાની યોજના ધરાવે છે. આ આદેશ ફકત તે જ બાળકોને લાગુ પડશે નહીં જેમના માતા-પિતા ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ છે, પરંતુ તે તેનાથી આગળ જશે, તેવા અહેવાલો છે.

આ સંભવિત આદેશનો મુસદો જણાવે છે કે બાળક નાગરિક બનવા માટે, માતાપિતા પાસે યુએસ નાગરિકત્વ અથવા કાયમી નિવાસ પરમિટ હોવી આવશ્યક છે. ડ્રાફટ એકઝિક્યુટિવ ઓર્ડર જણાવે છે કે તે યુએસ બંધારણના ૧૪ મા સુધારાનું યોગ્ય અર્થઘટન કરી રહ્યું છે.

ઈમિગ્રેશન એડવોકેટ્સ માને છે કે આ કેસ નથી અને જો એક્ઝિકયુટિવ ઓર્ડર પસાર થશે, તો તેને કોર્ટમાં પડકારવામાં આવશે. એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર, ઈમિગ્રેશન એટર્ની રાજીવ ખન્નાએ કહ્યું હતું કે ટ્રમ્પની યોજના અમેરિકામાં જન્મેલા બાળકોને ઓટોમેટિક નાગરિકતા નહીં આપવાની છે. આ અમેરિકી બંધારણના ૧૪મા સુધારાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. ટ્રમ્પના ખોટા અર્થઘટન સામે સુપ્રિમ કોર્ટના નિર્ણયો મોજુદ છે.

આ નિર્ણય પર ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે કે તે ૧૪ મા સુધારાનું ઉલ્લંઘન કરે છે, ઈમિગ્રેશન એટર્ની ગ્રેગ સિસ્કિન્ડે જણાવ્યું હતું. અમે જોવાનું છે કે તેઓ અમેરિકામાં કાયદેસર રીતે રહેતા લોકોના બાળકોને બાકાત રાખવામાં કયાં સુધી જાય છે. આ નિર્ણય ભારતીય ઈમિગ્રન્ટ્સ માટે મોટો ફટકો હશે. પ્યુ રિસર્ચ અનુસાર, અમેરિકામાં અંદાજે ૪૮ લાખ ભારતીય અમેરિકનો રહે છે, જેમાંથી ૧૬ લાખનો જન્મ અમેરિકામાં થયો હતો.

આ આદેશ પસાર થયા પછી, આગળ જતાં, ભારતીય યુગલોના બાળકો, જેમની પાસે યુએસ નાગરિકત્વ અથવા ગ્રીન કાર્ડ નથી, તેઓ સ્વચાલિત નાગરિકતા માટે પાત્ર રહેશે નહીં. જ્યારે પણ ગ્રીન કાર્ડની ફાળવણીની વાત આવે છે ત્યારે ભારતીયોને ઓછી પ્રાથમિકતા મળે છે. એ-વન વિઝા પર યુએસમાં કામ કરતા ઘણાં લોકોની ફાળવણી દાયકાઓથી પેન્ડિંગ છે. ઉદાહરણ તરીકે, જ્યારે રોજગાર-સંબંધિત ગ્રીન કાર્ડસની વાત આવે છે ત્યારે એકંદર મર્યાદા પ્રતિ વર્ષ ૧૪૦,૦૦૦ છે આ સિવાય કોઈપણ દેશના લોકો સાત ટકાથી વધુ ગ્રીન કાર્ડ મેળવી શકતા નથી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh