Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેબિનેટ મંત્રી, કલેક્ટર, પ્રાદેશિક પાલિકા નિયાકના હસ્તે ઉપવાસીઓને પારણા કરાવાયાઃ
ખંભાળિયા તા. ૮: ખંભાળિયા પાલિકાના સફાઈ કામદારોનું આંદોલન સમેટાયું છે. ૧૧ પ્રશ્નો સાથે ૧૮ દિવસથી ચાલી રહેલા આંદોલનનો સુખદ અંત આવતા મહાનુભાવોના હસ્તે ઉપવાસીઓને પારણા કરાવાયા હતાં.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા તેમના વિવિધ ૧૧ પ્રશ્નો જેમાં રોજમદારોને ભરતી કરવી, ખાલી જગ્યાઓ ભરવી, જી.પી.એફ. ઈ.પી.એફ. કપાયા છતાં ના ભરાતા હોવાના મુદ્દે ૧૪ દિવસ પહેલા નોટીસ આપીને જાણ કર્યા છતાં કંઈ યોગ્ય ના થતા ગત્ ર૧-૧૦-ર૦ર૪ થી પાલિકા કચેરી સામે પ્રતિક ઉપવાસ તથા તમામ સફાઈકર્મી દ્વારા હડતાલ પાડવામાં આવી હતી જેનું ગઈકાલે સુખદ નિરાકરણ સાથે અંત આવ્યો હતો.
ગુજરાત રાજ્ય સફાઈ કર્મી મહામંડળના પ્રમુખ કસ્તુરભાઈ મકવાણા તથા રાજ્ય મહામંત્રી રમેશભાઈ વાઘેલા દ્વારા આ આંદોલનની પૂર્ણાહુતિ અંગે જણાવેલ કે ૧૮ દિવસથી ચાલતા હડતાલ અને પ્રતિક ઉપવાસમાં નવા વર્ષ દિવાળીના તહેવારોમાં કામદારોએ ચાલુ હડતાલે ઉપવાસ આંદોલને કામ ચાલુ રાખ્યું હતું.
ગઈકાલે બપોરે સરકીટ હાઉસમાં આંદોલનકારી અગ્રણીઓ, જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા, પ્રાદેશિક પાલિકા નિયામક જાની, ચીફ ઓફિસર રાહુલ કરમુર તથા પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, અગ્રણીઓ અનિલભાઈ તન્ના, રસિકભાઈ નકુમ, શૈલેષભાઈ કણઝારિયા, દિનેશભાઈ દત્તાણી, પી.એમ. ગઢવી, રેખાબેન ખેતિયા, ડે. કલેક્ટર કે.કે. કરમટા વિગેરેની ઉપસ્થિતિમાં તમામ મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા પછી સમાધાન સધાતા જિલ્લા કલેક્ટર પંડ્યા તથા પ્રાદેશિક નિયામક જાનીના હસ્તે આમરણાંત ઉપવાસીઓ દ્વારા પારણા કરી સરબત તથા મીઠું મોં થયું હતું તથા ખંભાળિયા કલેક્ટર ચેરીએ આવેલા રાજ્યના કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા દ્વારા પણ પારણા કરાવાયા હતાં. આજથી રાબેતા મુજબ કામદારો ફરજ પર ચડી ગયા છે.
જે ૧૧ મુદ્દાઓ હતાં તેમાં સહમતિ થઈ તે મુજબ સફાઈ કામદારોને ઉચ્ચત્તર પગાર ધોરણ પાલિકાની મહેકમ ખર્ચની સ્થિતિ જળવાય ત્યારે સક્ષમ ઓથોરીટીને દરખાસ્ત કરી મંજુર થયે ચૂકવાશે. ર૦૧૭ માં નિમણૂક પામેલા ૩ર સફાઈ કામદારોને નવી વાર્ષિક પેન્શન યોજનામાં જોડાવા સરકારનું માર્ગદર્શન મંગાશે. પાલિકાના નિવૃત્ત થયેલા તથા અવસાન પામેલાનું પેન્શન રિવિઝન કરવા આગામી સામાન્ય સભામાં ઠરાવ થશે. ૩૧-૧ર-ર૦ર૪ સુધીમાં કામગીરી પૂર્ણ કરાશે.
પાલિકા દ્વારા પેન્શન ફંડના નાણા ક્યાં વપરાયા તેના હિસાબ વાઉચરો અપાશે તથા આવકનો સ્ત્રોત વધતા તથા શોપીંગ સેન્ટરની હરાજી થતા પેન્શન ફંડ જમા થશે.
સફાઈ કામદારોને આશય માટે પ્લોટ ફાળવવાનો ઠરાવ સામાન્ય સભામાં કરીને જિલ્લા તંત્રને દરખાસ્ત થશે. કાયમી કર્મચારીઓના જી.પી.એફ. તથા રોજમદારોના ઈ.પી.એફ. તથા એલ.આઈસી.ની રકમ જે ભરવાની બાકી છે તે ૧૦ દિવસમાં ભરીને ૩૦-૧૧-ર૦ર૪ સુધીમાં અહેવાલ અપાશે. નવા કર્મચારીઓના ઈ.પી.એફ. એકાઉન્ટ ૩૦-૧૧-ર૦ર૪ પહેલા ખોલાશે. પાલિકામાં પાંચ કાયમી સફાઈ કર્મીઓની જગ્યા પસંદગી સમિતિ વચ્ચે થશે. હાલ જે સફાઈ કામદારોની ઘટ છે તે જગ્યા પૂર્ણ કરવા પાલિકાના સખી મંડળો, આઉટ સોર્સ, ડોર ટુ ડોર કચરા કલેક્શનમાં ૩૦-૧૧-ર૦ર૪ સુધીમાં ભરતી થશે. ચાલુ ફરજે અવસાનના કિસ્સામાં સામાન્ય સભામાં ઠરાવ થશે અને તે જ રીતે ઉચક સહાય ચૂકવાશે.
સમાધાન ફોર્મ્યુલા લેખિતમાં થઈ હતી જેમાં પાલિકા તરફે પ્રમુખ, કારોબારી ચેરમેન, ચીફ ઓફિસર તથા કામદારોના પ્રતિનિધિમાં કસ્તુરભાઈ મકવાણા, રમેશભાઈ વાઘેલા, શીતલબેન પરમાર, કિશોર માંડવિયા, શામજી વાઘેલા, વજુભાઈ વાઘેલા, સંજયભાઈ વાઘેલા જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial