Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભોગ બનનારની ઉંમર અંગે કરાઈ હતી દલીલઃ
જામનગર તા. ૮: જામનગરમાંથી સાડા ત્રણેક વર્ષ પહેલા એક સગીરાનું અપહરણ કરી બહારગામ લઈ જવાયા પછી ત્યાં દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની ફરિયાદ પોલીસમાં કરવામાં આવી હતી. તે કેસમાં અદાલતે આરોપીનો છૂટકારો કર્યાે છે.
જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈ તા.૨૧-૪-૨૧ના દિને એક શ્રમિકે પોતાની પુત્રીનું અપહરણ થયાની ફરિયાદ નોંેંધાવી હતી. બાંધકામના એક સ્થળે કામ પર જતી તે સગીરાને કનૈયાલાલ દેવશીભાઈ ચૌહાણ નામના શખ્સની મદદગારીથી ભગાડી જવાઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
પોલીસે પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો હતો. જેમાં આ સગીરાને કનૈયાલાલની મોટરમાં લઈ જવાઈ હોવાનંુ અને સુરતથી રાજકોટ લાવી તેણી પર દુષ્કર્મ ગુજારાયાનું ખૂલ્યંુ હતું. ઉપરોક્ત કેસ ખાસ પોક્સો અદાલતમાં ચાલવા પર આવતા ૧૬ સાક્ષી રજૂ કરાયા હતા અને ૩૫ દસ્તાવેજી પુરાવા પણ અદાલત સમક્ષ મૂકાયા હતા.
બચાવપક્ષે દલીલ કરી હતી કે, તે સમયે આ સગીરાની ઉંમર અંગેની વિગત સાબિત થઈ શકતી નથી અને આરોપી તેમને નસાડી ગયા હોય કે બળજબરી આચરી હોય તે પણ પુરવાર થતું નથી. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી કનૈયાલાલ વગેરેનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ ધવલ વજાણી, અબરાર અલી એ. ઘોરી, જાનકી ભૂત તથા માનસીબેન ફટાણીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial