Advertisement
Author: નોબત સમાચાર

ફીક્સ ડિપોઝિટની બનાવટી રસીદ રજૂ કરનાર ચાર આરોપીનો ફરમાવાયો છૂટકારો

રસીદ પર ઓવર ડ્રાફટ મેળવવાનો કરાયો હતો પ્રયાસઃ

જામનગર તા. ૮: જામનગરની એક બેંકમાં પાંચ બનાવટી ફીક્સ ડીપોઝીટની રશીદ લઈને તેના પર ઓવર ડ્રાફટ મેળવવાનો પ્રયાસ કરનાર ચાર શખ્સ સામે એકવીસ વર્ષ પહેલાં ગુન્હો નોંધાયો હતો. તે કેસ ચાલી જતાં અદાલતે  આરોપીઓનો છૂટકારો ફરમાવ્યો છે.

જામનગરમાં દેના બેંકની શાખામાં મેનેજરની ફરજ બજાવતા સતિષ શ્રીનિવાસ મૂર્તિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું હતું કે ગઈ તા.૪-૧૧-૨૦૦૩ની બપોરે તેઓ બેંકમાં હતા ત્યારે સીએ દીપક ધાનક, નીતિન જયદેવ બ્રાહ્મણ, યોગેન્દ્રસિંહ દેશળજી ચૌહાણ, જસ્બીરસિંગ તારાસિંગ, કિશોર શંકરલાલ બ્રાહ્મણ નામના વ્યક્તિએ અમદાવાદ બેંકની રૂપિયા સાડા ચાર કરોડની ફીક્સ ડિપોઝિટ છે અને થર્ડ પાર્ટી ઓવર ડ્રાફટ લેવો છે તેમ જણાવ્યું હતું.

આ વ્યક્તિઓએ એફડીની રશીદ બતાવી હતી. તે વખતે દીપક ધાનકે તે રશીદ નકલી હોવાનું જણાવતા મેનેજરે રશીદ ઝીણવટભરી રીતે ચકાસતા પાંચેય રશીદમાં રૂ. ૯૦ લાખ, રૂ. ૯૫ લાખ એમ કુલ રૂ. ૪ કરોડ ૫૦ લાખ લખેલા જોવા મળ્યા હતા.

આ વ્યક્તિઓએ જામનગરના યોગેન્દ્રસિંહ દેશળજીના નામે ઓવર ડ્રાફટ જોઈતો હોવાનું કહેતા બચત ખાતુ ખોલાવી લેવા મેનેજરે સૂચના આપી હતી. તેથી તે ખાતુ ખોલાવાયું હતું. તે એફડી ની ૮૫ ટકા રકમ મળે તે માટે જરૂરી ફોર્મ ભર્યા હતા. તે પછી સાંજે આવવાનું જણાવી મેનેજરે ઉપરના મેનેજરને વાત કરતા અમદાવાદ તપાસ કરાવાઈ હતી. જેમાં તે તમામ રશીદ બનાવટી હોવાનું ખૂલ્યું હતું. તે પછી બીજા દિવસે બેંકમાં આવવાનું કહેવાયું હતું અને પોલીસમાં ફરિયાદ કરાતા પોલીસે જે તે વખતે નીતિન જયદેવ, કિશોર શંકરલાલ ત્રિવેદી, યોગેન્દ્રસિંહ દેશળજી ચૌહાણ, જસ્બીરસિંગ તારાસિંગ શીખ સામે આઈપીસી ૪૨૦, ૪૬૭, ૪૭૧, ૪૭૨, ૧૨૦ (બી) હેઠળ ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસ ચાલી જતાં અદાલતે આરોપીઓનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ નિતલ ધ્રુવ, જે.સી. વિરાણી, મનિષ ત્રિવેદી, ડેનિશા ધ્રુવ, પૂજા ધ્રુવ, ધર્મેશ કનખરા, આશિષ ફટાણીયા, ડી.એમ. જોષી, અલ્ફાઝ મુંદ્રા, અશ્વિન સોનગરા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh