Advertisement
Author: નોબત સમાચાર

વેઇટીંગ પિરિયડનું ઓઠું લઈ ક્લેઈમ ન ચૂકવનાર વીમા કંપનીને ફટકાર

નવ ટકા વ્યાજ સાથે ચૂકવવું પડશે વળતરઃ

જામનગર તા. ૮: ખીરસરા ગામના એક આસામીએ વીમા કંપની સામે મેડિક્લેઈમ મેળવવા ગ્રાહક ફોરમમાં ધા નાખી હતી. ફોરમે ક્લેઈમની રકમ વ્યાજ સાથે ચૂકવવા અને માનસિક ત્રાસ, ફરિયાદ ખર્ચ પણ અલગથી આપવા વીમા કંપનીને હુકમ કર્યાે છે.

જામનગરના ખીરસરા ગામના ગોજીયા નિલેશભાઈ રણમલભાઈએ કેર હેલ્થ ઈન્સ્યુ. લિ. પાસેથી મેડિકલેઈમ પોલિસી મેળવી હતી. તે પછી બાથરૂમમાં પડી જવાથી તેઓની કરોડરજ્જુની ગાદી ખસી ગઈ હતી. તેની સારવાર માટે રૂ. ૧ લાખ ૮પ હજારનો ખર્ચ થયો હતો.

તે રકમ માટે ક્લેઈમ કરાતા વીમા કંપનીને ૨૪ મહિનાનો વેઈટીંગ પિરિયડનો બચાવ રજૂ કરી વળતર ચૂકવવા ઈન્કાર કર્યાે હતો. તેથી જામનગર ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી ક્લેઈમની રકમ નવ ટકા વ્યાજ સાથે તથા રૂ. ૧૨ હજાર અલગથી  ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ વિરલ રાચ્છ, સોહિલ બેલીમ, હર્શિલ રાબડીયા, સલમાન શેખ રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh