Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં પ૯ તમાકુ વિક્રેતાને ફટકારાયો રૂ. ૧૦,૮૦૦ નો દંડઃ મનપાનું ઘનિષ્ઠ ચેકીંગ

રાજ્ય સરકારના ટોબેકો ફ્રી યુથ કેમ્પેઈન હેઠળ

જામનગરમાં તમાકુના ઉપયોગ, વેંચાણ અંગે મહાનગરપાલિકા દ્વારા ચેકીંગ-જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નિયમ ભંગ બદલ રૂ.  ૧૦,૮૦૦ ની દંડનીય વસૂલાત કરવામાં આવી હતી.

ગુજરાત સરકાર દ્વારા ટોબેકો ફ્રી યુથ કેમ્પેઈન ચલાવવામાં આવે છે. જે અંતર્ગત તમાકુના ઉપયોગથી થતી મહામારી અટકાવવા માટે રાજ્ય તમાકુ નિયંત્રણ અધિનિયમના અમલિકરણ માટે આરોગ્ય અધિકારી ડો. એચ.કે. ગોરીના માર્ગદર્શન હેઠળ શહેરમાં વોર્ડવાઈઝ કામગીરી કરવામાં આવી રહી છે.

જેમાં આરોગ્ય શાખાની ટીમ દ્વારા પોલીસ અને જિલ્લા પંચાયત સ્ટાફના સહયોગથી તા. ૧પ-૧૦-ર૦ર૪ થી તા. ૦પ-૧૧-ર૦ર૪ દરમિયાન વોર્ડ નંબર ૧ થી ૮ મા અલગ અલગ વિસ્તારમાં પાન-મસાલાની દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને નિયમ ભંગ બદલ પ૯ આસામીને નોટીસ પાઠવી અને રૂ.  ૧૦,૮૦૦ ની દંડનીય વસૂલાત કરવામાં આવી હતી.

આ કામગીરી મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, કેન્દ્રના હેલ્થ સુપરવાઈઝર, જિલ્લા કાઉન્સેલર નઝમાબેન હાલા તથા પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh