Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે સવારે અન્નકોટ દર્શન-ધ્વજારોહણ યોજાયા, આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન
ખંભાળીયા તા. ૮: ખંભાળીયામાં રઘુવંશી લોહાણા સમાજ દ્વારા જલારામ બાપાની ૨૨૫ મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી આજે સવારથી જ થઈ હતી.
લોહાણા મિત્ર મંડળ દ્વારા જલારામ બાપાની ઝાંખીનો ગઈકાલે રાત્રે કાર્યક્રમ યોજાયો હતો. જલારામ સત્સંગ મંડળ ટ્રસ્ટ અન્નક્ષેત્ર ખંભાળીયાના પ્રમુખ ધીરેનભાઈ બદીયાણી, ઉપપ્રમુખ ભાવેશભાઈ વિઠ્ઠલાણી તથા ખજાનચી હિતેનભાઈ વિઠ્ઠલાણી તથા અન્ય ટ્રસ્ટીઓ તથા રઘુવંશી અગ્રણીઓ દ્વારા જોધપુર ગેઈટ પાસેના જલારામ મંદિરે સવારે ૬-૩૦ થી ૧૦ વાગ્યા સુધી ભવ્ય અન્નકોટ દર્શન યોજાયા હતાં. સવારે મહાઆરતી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોહાણા અગ્રણીઓ, જ્ઞાતિજનો જોડાયા હતાં.
જલારામ મંદિરે નૂતન ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત બપોરે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. અન્નકોટ દર્શન, મહાઆરતી, ધ્વજારોહણ તથા મહાપ્રસાદમાં મોટી સંખ્યામાં જલારામ ભકતો જોડાયા હતાં. જલારામ બાપાની ૧૦૮ પરિક્રમામાં પણ ભાવિકો જોડાયા હતાં. મંદિરમાં વિશેષ શણગાર સાથેના દર્શન યોજાયા હતાં. આજે સાંજે જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન લોહાણા મહાજન દ્વારા કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial