Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના મેયર વિનોદ ખીમસૂર્યા અમેરિકા જવા થયા રવાના

અમેરિકાની મેયર કોન્ફરન્સમાં ભાગ લેશે

જામનગર તા. ૮: જામનગરના મેયર ૧૦ દિવસ માટે અમેરિકા જવા રવાના થયા છે. ત્યાં મેયર કોન્ફરન્સમાં તેઓ ભાગ લેશે, જો કે તેમના કાર્યક્રમ અંગે કાર્યાલયના સ્ટાફ પાસે કોઈ પણ માહિતી ઉપલબ્ધ નથી. હાલ તેમના હોદ્દાનો ચાર્જ ડેપ્યુટી મેયરને સોંપવામાં આવ્યો છે. અમેરિકામાં મેયર કોન્ફરન્સનું આયોજન થયું છે. તેમાં ભાગ લેવા માટે જામનગરના મેયર વિનોદ ખીમસૂર્યા પણ અમેરિકા જવા માટે રવાના થયા છે, જો કે ત્યાં શું, ક્યાં ક્યો કાર્યક્રમ છે તે અંગેની વિગતો કાર્યાલયમાં કોઈ પાસે ઉપલબ્ધ નથી. જામનગર અંગેનું એક પ્રેઝન્ટેશન તેઓ અમેરિકામાં રજૂ કરનાર છે તેમ જાણવા મળે છે. મળતી માહિતી મુજબ તા. ૬ થી ૧૬ નવેમ્બર સુધીનો અમેરિકાનો કાર્યક્રમ છે, પરંતુ સમગ્ર કાર્યક્રમ અંગે માત્ર મેયર ખુદ જ જાણે છે, એ સિવાય કોઈ પાસે કાર્યક્રમની વિગતો ઉપલબ્ધ નથી. શહેરમાં કચરા, ગંદકી, રોડ, રસ્તાના ઠેકાણા નથી અને અમેરિકા જેવા અતિ સમુદાય દેશમાં જામનગરના મેયર પ્રતિનિધિત્વ કરવા પહોંચ્યા છે. જે બાબતે ભારે ચર્ચા જગાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh