Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામ્યુકોએ વેંચાણ બંધ કરાવી માલસામાન જપ્ત કર્યા પછી પણ
જામનગર તા. ૧૬: જામનગરમાં તળાવની પાળે જળકુંભી (ગાંડીવેલ) નું બેફામ વેંચાણ થઈ રહ્યું છે, જેઓ એમ કહે છે કે આના રોપાનું વાવેતર કરવાથી રંગબેરંગી ફૂલો ઉગી નીકળશે.
આ પહેલા મહાનગરપાલિકાએ આવા ફૂલોના વેપાર બંધ કરાવી માલસામાન જપ્ત કર્યો હતો, પરંતુ આજે ફરીથી વેંચાણ થતું નજરે જોવા મળ્યું હતું, તેથી આ પ્રકારની છેતરપિંડી કરતા લોકો સામે વધુ કડક કદમ ઊઠાવવા જરૂરી છે.
જામનગરમાં ખાસ કરીને તળાવની પાળે ચોતરફ પ૦ જેટલા લોકો જાહેર રોડ ઉપર કલરફૂલ ફૂલોના પોસ્ટર બતાવી તેનું વેંચાણ કરી રહ્યા છે, પરંતુ નવાનગર નેચર ક્લબના પ્રમુખ વિજયસિંહ જાડેજાએ જણાવ્યા મુજબ આ કોઈ ફૂલ નથી, પરંતુ જળાશયોમાં પાણીને અવરોધતી વનસ્પતિ છે, જે ઓક્સિજનનું પ્રમાણ ઘટાડે છે અને જળચર જીવોને પણ નુક્સાન પહોંચાડે છે.
હાલ જામનગરમાં આશરે પ૦ જેટલા પરપ્રાંતિયો ઉભરી આવ્યા છે અને કુંડામાં રોપાના ઉછેરથી રંગબેરંગી ફૂલો ઉગી નીકળશે તેમ જણાવી તેનું વેંચાણ કરી રહ્યા છે. આજે સવારે પણ તળાવની પાળે આવા રંગબેરંગી ફૂલોના રોપાના નામથી વેંચાણ થતું જોવા મળ્યું હતું.
એની સામે નવાનગર નેચર ક્લબના પ્રમુખ દ્વારા ફૂલોના નામે થતી છેતરપિંડીથી બચવા અને પર્યાવરણ બચાવવા માટે પણ આવા રોપાની ખરીદી નહીં કરવા અપીલ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial