Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના વરવાળામાં રૂા.સાડા પાંચ લાખની દુકાનમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલી નખાયો

દુકાનદારના ભાણેજ સહિત બેની ધરપકડઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: દ્વારકાના વરવાળા ગામમાં એક દુકાનમાં થયેલી રૂા.સાડા પાંચ લાખ રોકડાની ચોરીના કેસમાં દુકાનદારના ભાણેજ તથા તેના સાગરિતને પોલીસે દબોચી લીધા છે. તમામ રોકડ તથા બે મોબાઈલ કબજે કરાયા છે. મામા સાથે કામ કરતા ભાણેજને દુકાનમાં આ રકમ પડી હોવાની ખબર હતી અને સાગરિત સાથે મળી તેણે ચોરી કરી હોવાની કબૂલાત આપી છે.

દ્વારકા તાલુકાના વરવાળા ગામમાં આવેલી ગોહેલ એન્જિનિયરીંગ નામની દુકાનમાંથી રૂા.સાડા પાંચ લાખ રોકડાની ચોરી થઈ ગઈ હતી. જેની પોલીસમાં ફરિયાદ કરવામાં આવ્યા પછી પીઆઈ એમ.જી. જાડેજાના વડપણ હેઠળ દ્વારકાના પીએસઆઈ આર.એલ. ચોપડા તથા સ્ટાફે તપાસ શરૂ કરી હતી.

સ્થળ તપાસ વગેરે બાબતોની ચકાસણી કરવામાં આવતા દુકાનસંચાલકના ભાણેજ ભરત હરીશભાઈ પાણખાણીયા તથા તેના સાગરિત મેરાજ હાજીભાઈ સપ દ્વારા ચોરી કરાયાનું જણાઈ આવ્યું હતું. મામા સાથે કામ કરતા ભાણેજને દુકાનમાં સિમેન્ટની ગાડીના પૈસા પડ્યા હોવાની જાણકારી હતી અને તે રકમ તેણે પોતાના સાગરિત સાથે મળી ચોરી કરી લીધાની કબૂલાત મળી છે. પોલીસે રૂા.સાડા પાંચ લાખ રોકડા તથા રૂા.દસ હજારના બે મોબાઈલ કબજે કરી લીધા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh