Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂા.પ લાખના દાગીના અંગે વિશ્વાસઘાતની ફરિયાદઃ
જામનગર તા. ૧૬: જામનગરના એક મહિલાએ પોતાના દિયર પાસેથી સવા બે વર્ષ પહેલાં ભત્રીજીના રૂા.પાંચેક લાખના આઠ તોલા દાગીના પોતાની પાસે સાચવવા માટે રાખવાનું કહી લઈ લીધા પછી તે દાગીના ભત્રીજીના બદલે પુત્રીને આપી દેતા વિશ્વાસઘાત કર્યાની દિયરે ફરિયાદ નોંધાવી છે.
જામનગરના ગણેશ ફળી વિસ્તારમાં આવેલા વાલ્મિકીવાસમાં વસવાટ કરતા અરૂણભાઈ ભીમજીભાઈ વાઘેલા નામના આસામીએ રણજીતસાગર રોડ પર હર્ષદ મીલની ચાલી પાસે મહાવીર સોસાયટીમાં રહેતા પોતાના ભાભી પ્રભાબેન ધનજીભાઈ વાઘેલા સામે રૂા.પ લાખની કિંમતના આઠ તોલા વજનના સોનાના દાગીના ઓળવી ગયાની ફરિયાદ નોંધાવી છે.
વર્ષ ૨૦૨૪ના માર્ચ મહિનામાં અરૂણભાઈના પુત્રી કીર્તિબેનના સોનાના દાગીના જેમાં ત્રણ તોલાનો સોનાનો હાર, ત્રણ તોલાની પાનબુટી, એક તોલાની કાનસર તથા અડધા તોલાની સોનાની વીટી મળી આઠેક તોલા જેટલા દાગીના સાચવી રાખવાનું કહી પ્રભાબેન પોતાની સાથે લઈ ગયા હતા.
ત્યારપછી આ દાગીના પ્રભાબેને અરૂણભાઈના પુત્રી અને પોતાના ભત્રીજી કીર્તિબેનને આપવાને બદલે પોતાની પુત્રી વીણાબેનને આપી દીધાનું જણાઈ આવતા વિશ્વાસઘાત કરવા અંગે અરૂણભાઈએ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રભાબેન ધનજીભાઈ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial