Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરતી, ભજન અને ભંડારા સહિતના કાર્યક્રમો યોજાયા
જામનગર તા. ૧૬: શ્રી ઝુલેલાલ મંડળ, જુના રેલવે સ્ટેશન સ્થિત શ્રી ઝુલેલાલ મંદિરના ઉપક્રમે તાજેતરમાં બાલાચડીમાં સિંધી સમાજના આરાધ્ય દેવ ભગવાન વરૂણદેવને પ્રસન્ન કરવા તથા રાજ્ય અને દેશભરમાં સારા વરસાદની કામના સાથે પરંપરાગત ધાર્મિક યાત્રાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં શ્રી ઝુલેલાલ મંદિરેથી બસ મારફતે યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર યાત્રામાં સિંધી સમાજના પ૦ થી વધુ શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર જોડાયા હતાં. બાલાડીમાં પહોંચ્યા પછી ભગવાન શ્રી ઝુલેલાલનું વૈદિક વિધિ મુજબ વિશેષ પૂજન-અર્ચન, ભવ્ય મહાઆરતી, બહેરાણા સાહેબની પવિત્ર જ્યોત, અખો તથા પલ્લવના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં. ભક્તિમય વાતાવરણમાં પરંપરાગત પંજડા ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવિકો ભગવાન શ્રી ઝુલેલાલના ભજન-કીર્તનમાં જોડાયા હતાં.
કાર્યક્રમ દરમિયાન મંદિર તરફથી તમામ શ્રદ્ધાળુઓ માટે ભંડારા (પ્રસાદ) નું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. રાજ્ય અને દેશભરમાં સારો વરસાદ વરસે, જળાશયો છલોછલ ભરાય, ખેડૂતોના પાકને સમૃદ્ધિ મળે તેમજ સર્વત્ર સુખ-શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ સર્જાય તેવી પ્રાર્થના ભગવાન શ્રી ઝુલેલાલ સમક્ષ કરવામાં આવી હતી.
શ્રી ઝુલેલાલ મંડળના અગેવાનોએ જણાવ્યું હતું કે, વરસાદ માટે ભગવાન શ્રી ઝુલેલાલને રીઝવવાની આ પરંપરા વર્ષોથી અવિરત જળવાઈ રહી છે, જે સિંધી સમાજની અતૂટ આસ્થા, સાંસ્કૃતિક વારસા અને સામૂહિક એક્તાનું જીવંત પ્રતીક છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial