Advertisement
Author: નોબત સમાચાર

ઈકોનોમિક ટાઈમ્સ "વેડિંગ પાવર લીસ્ટ-૨૦૨૬"માં મેળવ્યું સ્થાન

જામનગરની વેડિંગ પ્લાનીંગ કંપની "ઈ નાઈન ઈવેન્ટ્સ"ની અનોખી સિદ્ધિઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: જામનગરની અગ્રણી વેડિંગ પ્લાનિંગ કંપની 'ઈ નાઈન ઈવેન્ટ્સ'એ રાષ્ટ્રીય સ્તરે જામનગરનું નામ રોશન કર્યું છે.

પ્રતિષ્ઠિત બિઝનેશ મેગેઝિન ઈકોનોમિક ટાઈમ્સના 'ઈટી પનાશે' દ્વારા બહાર પાડવામાં આવેલી 'વેડિંગ પાવર લિસ્ટ ર૦ર૬-એડિશન ર'માં ઈ૯ ઈેવેન્ટસને ભારતના ટોચના વેડિંગ પ્લાનર્સની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ યાદીમાં સ્થાન મેળવવું એ વેડિંગ અને ઈવેન્ટ મેનેજમેન્ટ ઉદ્યોગમાં સર્વોચ્ચ સન્માન સમાન માનવામાં આવે છે.

ઈ૯ ઈવેન્ટને તેમના અનોખા કન્સેપ્ટ્સ, ભવ્ય આયોજન અને ગ્રાહકોને અદ્ભુત અનુભવ આપવા બદલ આ પાવર લિસ્ટમાં સ્થાન મળ્યું છે. આ ઐતિહાસિક સિદ્ધિ અંગે ખુશી વ્યક્ત કરતા ઈ૯ ઈવેન્ટના ફાઉન્ડર પરાગ વોરાએ જણાવ્યું હતું કે, 'ઈકોનોમિક ટાઈમ્સના ઈટી પનાશે મેગેઝિનમાં સ્થાન મેળવું એ અમારા માટે અત્યંત ગર્વની ક્ષણ છે. આ સફળતા અમારી સમગ્ર ટીમની સખત મહેનત, સમર્પણ અને અમારા ક્લાયન્ટ્સના અતૂટ વિશ્વાસનું પરિણામ છે. અમે હંમેશાં સપનાના લગ્નોને વાસ્તવિક્તામાં બદલવાનો પ્રયાસ કર્યો છે અને આ સન્માન અમારા ઉત્સાહને બમણો કરે છે.' છેલ્લા કેટલાક વર્ષોમાં ઈ૯ ઈવેન્ટએ અનેક ભવય અને યાદગાર લગ્ન સમારોહનું સફળ આયોજન કરીને પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. આ એવોર્ડ માત્ર કંપનીની સફળતા નથી, પરંતુ વેડિંગ ઈન્ડસ્ટ્રીમાં ઉત્કૃષ્ટતાનું નવું સીમાચિન્હ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh