Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં શાક માર્કેટ, બર્ધનચોકમાં દબાણ હટાવ ઝુંબેશ

મહાનગર૫ાલિકા તથા પોલીસ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર મહાનગર૫ાલિકા દ્વારા બર્ધનચોક, શાકમાર્કેટ માર્ગે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને રેંકડી ધારકોનો સરસામાન જપ્ત કર્યો હતો. શાક માર્કેટ, બર્ધનચોક વિસ્તારમાં રેંકડી ધારકો, પથારાવાળા જાહેર રોડ ઉપર ટ્રાફિકને અવરોધ થાય તેમ દબાણ કરતા હોવાથી મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવતા રેંકડી ધારકો - પથારાવાળાઓમાં નાસભાગ મચી જવા પામી હતી. આ સમયે અડધો ડઝન જેટલી રેંકડી, કેબિનો કબજે કરી મહાનગરપાલીકાના પટાંગણમાં રાખી દેવામાં આવી હતી. સમયાંતરે આવી દબાણ હટાવ ઝુંબેશ તંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh