Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડઃ નકટી નદીને આરસીસી સ્ટ્રકચરથી ઢાંંકવા રૂા. ૧૩.૫૪ કરોડના કામને મંજુરી

વર્ષો જુના પ્રશ્નોનો આખરે અંત આવશે :

                                                                                                                                                                                                      

ભાણવડ તા. ૧૬: ભાણવડમાં વેરાડ ગેઈટ બહાર નકટી નદીને રૂા. ૧૩ કરોડ અને ૫૪ લાખના ખર્ચે બોક્સ કન્વર્ટ એટલે કે આર.સી.સી.થી સંપૂર્ણ રીતે ઢાંકી દેવાની કામગીરીને મંજુરીની મ્હોર લાગી છે. ભાણવડ ખંભાળીયાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાના સક્રિય પ્રયાસથી આ સફળતા મળી છે. આઝાદી બાદ ઉપરોક્ત યોજના સાકાર થવાથી ગંદકીની સમસ્યાને હવે જાકારો મળ્યો છે.

શહેરમાં વેરાડ ગેઈટ બહાર નકટી નદી ખૂબ જ પ્રદૂષિત બની ગઈ હતી. કાયમી ધોરણે ગંદકીથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ગયા હતા. ખાસ કરીને નદીના કાંઠા આસપાસ વસવાટ કરતા નાગરિકોને ખૂબ જ મુશ્કેલી પડતી હતી, આ બાબતને લઈને લોકોમાં પણ રોષ, અસંતોષ રહ્યા કરતો હતો.

લોકોમાં આ બાબતે ફરિયાદો પણ રહ્યા કરતી હતી, ત્યારે આ બાબતે ભાણવડ ખંભાળીયાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાએ નદીમાં રહેતી ગંદકી અને તેના કારણે થતી મુશ્કેલી અંગે વિગતવાર અને રસરકારક રજૂઆત કરતા જેનાં ફળ સ્વરૂપે રાજ્ય સરકારે યોજનાને લીલી ઝંડી આપી છે. અને આ આ કામ માટે રૂા. ૧૩ કરોડ ૫૪ લાખ મંજુર કર્યા છે.

સમગ્ર વહીવટી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, કામ માટે ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh