Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે બંદોબસ્ત ગોઠવી કેટલાક શખ્સોને રાઉન્ડ અપ કર્યાઃ બનાવનો વીડિયો વાયરલઃ
જામનગર તા. ૧૬: કલ્યાણપુરના નાવદ્રા ગામમાં એક જમીન અંગે ચાલતા બે જૂથ વચ્ચેના વિવાદમાં ગઈકાલે પાંચ રાઉન્ડ ફાયરીંગ થયાનો અહેવાલ પ્રકાશમાં આવ્યો છે. આ બાબતનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એક પ્રૌઢને પગમાં ગોળી વાગી જતા સારવારમાં ખસેડાયા છે. ધસી ગયેલી પોલીસ ટીમે બંદોબસ્ત ગોઠવી બારેક જેટલા શખ્સોની પૂછપરછ શરૂ કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામમાં વસવાટ કરતા લખમણભાઈ કરમુર નામના પ્રૌઢને જમીન અંગે અગાઉ લાંબા ગામના દેવશીભાઈ ચેતરીયા નામના આસામી સાથે ઝઘડો થયો હતો.
લાંબા સમયથી ચાલી રહેલા જમીનના વિવાદના મુદ્દે ગઈકાલે બંને પક્ષ વચ્ચે બોલાચાલી થયા પછી હુમલો થયો હતો. જેમાં લખમણભાઈ પર ફાયરીંગ થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ બઘડાટી વેળાએ પાંચેક રાઉન્ડ ફાયરીંગ થયંુ હતું. જેમાં એક ફાયરીંગમાં લખમણભાઈના ડાબા પગમાં ગોળી ઘૂસી ગઈ હોવાનું ખૂલ્યું છે.
ઉપરોક્ત ડખ્ખા પછી ઢળી પડેલા લખમણભાઈને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં કલ્યાણપુર પોલીસ મથકનો સ્ટાફ તથા ઉચ્ચ અધિકારીઓ નાવદ્રા ધસી ગયા હતા. આ અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોલીસે એકાદ ડઝન જેટલા શખ્સોને રાઉન્ડ પર કરી નાવદ્રામાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial