Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જગતમંદિરમાં વીઆઈપી દર્શનના બહાને રાજ્ય સેવક હોવાનો ઢોંગઃ એક સામે ફરિયાદ

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૧૬: જગતમંદિરમાં બે સપ્તાહ પૂર્વે એક શખ્સે પોતાની ઓળખ રાજ્ય સેવક તરીકે આપવા ઉપરાંત અશોક સ્તંભ પ્રિન્ટ કરેલુ હોય તેવું બનાવટી ઓળખપત્ર સાથે રાખી કેટલાક વ્યક્તિઓને વીઆઈપી દર્શન કરાવવાનો અને તેની સામે આર્થિક લાભ મેળવવાનો પ્રયાસ કર્યાની પોલીસમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ડેપ્યુટી રજીસ્ટ્રારે ફરિયાદ નોંધાવી છે.

દ્વારકામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ જગતમંદિરે દર્શનાર્થે આવતા ભાવિકોને વીઆઈપી દર્શન કરાવવાના બહાને સરકારી સેવક તરીકેની ખોટી ઓળખ આપી આર્થિક લાભ મેળવવાનો એક શખ્સે પ્રયાસ કર્યાનું જણાઈ આવ્યું છે. આ શખ્સે ભારત સરકારના સત્તાવાર રાજ્ય પ્રતિક અશોક સ્તંભ છાપેલા બનાવટી ઓળખપત્રનો ઉપયોગ કર્યાનું ખૂલતા દ્વારકા જિલ્લાના કાનૂની સેવા સત્તામંડળના ડે. રજીસ્ટ્રાર ઉદયપાલસિંહ એચ. જાડેજાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ તુલસીભાઈ નકુમ નામના શખ્સ રાજ્ય સેવક ન હોવા છતાં ગઈ તા.ર૪ જુનના દિને જગતમંદિરમાં દર્શનાર્થીઓને વીઆઈપી દર્શન કરાવી આર્થિક લાભ લેવાના હેતુથી આવ્યા હતા. તેઓ રાજ્ય સેવક ન હોવા છતાં રાજ્ય સેવક હોવાનું અશોક સ્તંભ છાપેલુ બનાવટી આઈકાર્ડ સાથે લાવ્યા હતા.

કોઈ દર્શનાર્થી પાસેથી કેટલી રકમ લેવામાં આવી? તે કોઈ વ્યક્તિ સાથે આ રીતે છેતરપિંડી થઈ હોવાનું હાલમાં બહાર આવ્યું નથી ત્યારે ડીટીકલ લીગલ સર્વિસ ઓથોરીટી (ડીએલએસએ) ઉદયપાલસિંહે દ્વારકા પોલીસ મથકમાં તેની ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈ એન.એસ. ગોહિલે આરોપીની ધરપકડ માટે તજવીજ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh