Advertisement
Author: નોબત સમાચાર

હુમલાના કેસમાં ચાર આરોપીને કરાયેલી ત્રણ વર્ષની સજાના આદેશ સામે થઈ અપીલ

સજા સ્ટે કરી આરોપીઓની જામીન મુક્તિઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: કાલાવડના એક આસામી પર ઉઘરાણીના પ્રશ્ને ચાર શખ્સે ધોકા-પાઈપથી હુમલો કરાયો હોવાની ચાર શખ્સ સામેની ફરિયાદમાં અદાલતે આરોપીઓને ત્રણ વર્ષની સજા ફટકારી હતી. આ હુકમ સામે અપીલ કરાતા આરોપીઓને સજા સ્ટે કરી જામીન પર મુક્ત કરાયા છે.

કાલાવડના ધોરાજી રોડ પર રહેતા અનિલ પ્રેમજીભાઈ દોંગા પાસેથી પાંચેક વર્ષ પહેલાં રૂા.૧૨ લાખ ઉછીના લેવાયા પછી તે માટે ઉઘરાણીનો વલ્લભભાઈ મારકણાને ફોન કરાતા વલ્લભ વિરજી મારકણા, ધર્મેશ અકબરી, પુરણ કપુરીયા, રવિ રમેશભાઈ સાકરીયા નામના ચાર શખ્સે ઘરે ધસી જઈ અનિલ દોંગા પર હુમલો કરી ગાળો ભાંડી હતી.

આ બાબતની પોલીસમાં ફરિયાદ થતા ગુન્હો નોંધાયા પછી આરોપીઓ સામેનો કેસ કાલાવડની અદાલતમાં ચાલી ગયો હતો. અદાલતે આરોપીઓને ત્રણ-ત્રણ વર્ષની સજા ફટકારી હતી. તે હુકમ સામે આરોપીઓએ સેશન્સ કોર્ટમાં અપીલ નોંધાવી છે. અદાલતે અપીલ સ્વીકારી સજાનો હુકમ સ્ટે કરી આરોપીઓને રૂા.રપ હજારના જામીન પર મુક્ત કર્યા છે. આરોપી તરફથી પૂર્વ ડીજીપી દિનેશભાઈ વિરાણી, જયદીપ મોલીયા, સિદ્ધાર્થ સાપરીયા, દર્શનપુરી ગોસ્વામી રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh