Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા ઘાસચારાના ભાવ આસમાને પહોંચ્યા

માલધારીઓ અને દૂધ વિક્રેતાઓ હેરાન-પરેશાનઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧પઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે મેઘરાજા રીસાયા હોય, તેમ વરસાદના જૂન અને અડધો જુલાઈ વીતી જવા છતાં પણ ક્યાંય નોંધપાત્ર વરસાદ ના પડતા ઘાસચારાના ભાવ આસમને પહોંચતા માલધારી, પશુપાલકો તથા ગાયો-ભેંસોના દૂધ વેંચનારા મુશ્કેલીમાં મૂકાયા છે.

સામાન્ય રીતે ઢોર પશુઓનો મુખ્ય ખોરાક ગણાતો લીલો ચરો જવાર-મકાઈ જે સામાન્ય રીતે મણના ૮૦-૯૦ રૂપિયા કે ૧૦૦ રૂપિયા મળતું ત હવે વરસાદ ખેંચાતા ૧૩૦/૧૪૦ રૂપિયા મણ થઈ ગયું છે અને તે પણ દ્વારકા નહીં અન્ય જિલ્લાઓમાંથી ટ્રાન્સપોર્ટ કરીને લાવવામાં આવે છે, તો સૂકા પુળા ૧પ રૂપિયાનું નંગ મળતા તના ભાવ પણ નંગના રપ-૩૦ થઈ ગયા છે.

ગત્ વર્ષે ખેડૂતોએ મગફળી પાથરા કાઢ્યા પછી વરસાદ આવતા મગફળીનો ભૂકો તો ગત્ વર્ષે ફેઈલ થયો હોય, ગત્ વર્ષની મગફળીનો ભૂક્કો તો ક્યાંય ગમે તે ભાવ દેતા મળતો નથી, તો સૂકો ચરો કડબ ૩૦૦ થી ૩પ૦ રૂપિયા મણનો ભાવ હોય, આ સ્થિતિમાં પશુપાલકો કફોડી સ્થિતિમાં મૂકાયા છે, તો સરકારી ગૌશાળાઓ પાંજરાપોળોને ૩૦ રૂપિયા ઢોરદીઠ દૈનિક આપતી હોય, ૩૦ રૂપિયામાં પાંચ કિલો ચરો પણ ના આવેની સ્થિતિ હોય, લોકો પાસે ફાળા કરીને ગૌશાળા સંચાલકો સંસ્થા ચલાવે છે, તો હજુ વરસાદ ખેંચાશે તો ચરાના ભાવ હજુ ર૦-૩૦ રૂપિયા મણના વધી જશે જેથી પશુપાલકો વધુ પરેશાન થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh