Advertisement
Author: નોબત સમાચાર

ફીફા વર્લ્ડ કપઃ ૨૦૨૬મા આર્જેન્ટિનાનો ફાઈનલમાં પ્રવેશઃ ઈંગ્લેન્ડનો ૧-૨થી પરાજય

મેસી મેજીકઃ પ્રારંભિક નિરાશાને સફળતામાં ફેરવી નાંખી

                                                                                                                                                                                                      

ન્યુયોર્ક તા. ૧૬: સમગ્ર વિશ્વમાં ફૂટબોલની રમતની મહાકુંભ એવી ફીફા વર્લ્ડકપઃ૨૦૨૬ સ્પર્ધાના બીજા સેમી ફાઈનલ મેચમાં ૨૦૨૨ વર્લ્ડકપની ચેમ્પિયન આર્જેન્ટિના ટીમે ઈંગ્લેન્ડની ટીમને ૨-૧થી પરાજીત કરી સતત બીજી વખત ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

આર્જેન્ટિનાના કપ્તાન અને વિશ્વના શ્રેષ્ઠ ગણાતા ફૂટબોલ પ્લેયર લીયોનેલ મેસીની આગેવાની હેઠળ રમાયેલા આ સેમી ફાઈનલ મેચમાં પ્રથમ હાફમાં ઈંગ્લેન્ડની ટીમે જોરદાર રમતનું પ્રદર્શન કરી આર્જેન્ટિનાને બેકફૂટ પર મુકી દીધું હતું. હાફ ટાઈમે બંને ટીમ ૦-૦ની બરાબરી પર રહી હતી.

પ્રથમ હાફની રમતમાં બંને ટીમના ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી, શારીરિક ફાઉલોના કારણે મેદાન પર થોડી થોડી વારે ભારે તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી. જો કે, રેફરી અને બંને ટીમોના કપ્તાનોની સમજાવટથી હરેક વખતે મામલો શાંત પડતા રમત ચાલુ રહી હતી.

બીજા હાફનો રોમાંચ ચરમસીમાએ પહોંચ્યો હતો. મેચની ૫૫મી મિનિટે ઈંગ્લેન્ડના મોર્ગન રોજર્સના શાનદાર પાસ પર એન્થની ગોર્ડને ગોલ ફટકારીને ઈંગ્લેન્ડને ૧-૦ની લીડ અપાવી દીધી હતી. આ ગોલ પછી ડિફેન્ડિંગ ચેમ્ચિયન આર્જેન્ટિના પર ભારે દબાણ જોવા મળતું હતું અને સમય પસાર થવાની સાથે ઈંગ્લેન્ડની જીત પાકી લાગી રહી હતી.

જ્યારે આર્જેન્ટિનાના ફેન્સ આશા ગુમાવી રહ્યા હતા ત્યારે ૩૯ વર્ષીય મેસીએ મેચની કમાન પોતાના હાથમાં લીધી હતી. ૮૫મી મિનિટે મેસીના પાસ પર એન્ઝો ફર્નાન્ડીઝે ગોલ કરી સ્કોર ૧-૧ની બરાબરી પર લાવી દીધો હતો. ત્યારબાદ ઈન્જરી ટાઈમમાં મેસીએ વધુ એક સચોટ પાસ આપ્યો. જેને  લાઉતારો માર્ટિનેઝે ગોલમાં ફેરવીને માત્ર ૭ મિનિટમાં સ્કોર ૨-૧ કરી આર્જેન્ટિનાને રોમાંચક જીત અપાવી હતી.

આર્જેન્ટિનાએ સેમી ફાઈનલ મુકાબલામંં ઈંગ્લેન્ડને ૨-૧થી હરાવીને ફીફા વર્લ્ડ કપ ૨૦૨૬ના ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. આર્જેન્ટિનાની આ જીતનો હીરો કેપ્ટન લિયોનેલ મેસી રહ્યો, જેણે ટીમ તરફથી થયેલા બંને ગોલમાં મહત્ત્વની ભૂમિકા ભજવી. આર્જેન્ટિનાની જીતની સાથે જ મેસીએ એક એવું સ્થાન હાંસલ કરી લીધું છે, જ્યાં સુધી અત્યાર સુધી દુનિયાનો કોઈ ખેલાડી પહોંચી શક્યો નથી.

સેમી ફાઈનલમાં કરેલા બે આસિટસ્ટ (ગોલ કરવામાં મદદ)ની સાથે જ મેસીના નામે હવે વર્લ્ડ કપમાં કુલ ૧૨ આસિસ્ટ થઈ ગયા છે. આમાંથી ૧૦ આસિસ્ટ મેસીએ આ ટુર્નામેન્ટના નોકઆઉટ મુકાબલાઓમાં કર્યા છે. આંકડાઓ અનુસાર, મેસી આ મુકામ સુધી પહોંચનારો પ્રથમ ખેલાડી બન્યો છે. વર્લ્ડ કપના ઈતિહાસમાં અન્ય કોઈ ખેલાડી ૮ થી વધુ આસિસ્ટ કરી શક્યો નથી.

ફીફા વર્લ્ડ કપ ૨૦૨૬ની સેમી ફાઈનલમાં આર્જેન્ટિનાએ ઈંગ્લેન્ડને ૨-૧થી હરાવીને ફાઈનલ પ્રવેશ કર્યો. જો કે, મેચ બાદ ઈંગ્લેન્ડના સ્ટાર ખેલાડી જૂડ બેલિંગહામે આર્જેન્ટિનાના વેલેન્ટિન બાર્કોને થપ્પડ મારી વિવાદ સર્જયો. આ ઘટના કેમેરામાં કેદ થતાં ફીફા દ્વારા કાર્યવાહીની શક્યતા છે. જેમાં બેલિંગહામ પર દંડ કે સસ્પેન્શન આવી શકે છે. જો કે, પરાજય પછી બેલિંગહામ ખૂબ જ નિરાશ થયેલો હતો અને રીતસર રડી પડયો હતો.

ફીફા વર્લ્ડ કપમાં બંને સેમીફાઈનલમાં પરાજીત થનાર ટીમો ફ્રાન્સ અને ઈંગ્લેન્ડ વચ્ચે ટુર્નામેન્ટમાં ત્રીજા અને ચોથા સ્થાન માટે મેચ રમાશે. જ્યારે ટુર્નામેન્ટનો ફાઈનલ મેચ આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે રમાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh