Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને દેશવાસીઓને પઠવી શુભકામનાઓઃ દેશ-વિદેશથી પહોંચ્યા ભકતો
પૂરી તા. ૧૬: ઓડિશાના પૂરી શહેરમાં પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી છે, જેમાં દેશ-વિદેશથી ભકતોની ભીડ ઉમટી રહી છે.
ભારતભરના સૌથી મોટા અને અત્યંત પવિત્ર તહેવારોમાં જેની ગણના થાય છે તે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનો આજ રોજ ગુરુવાર, ૧૬ જુલાઈ ૨૦૨૬ ના દિવસે ઓડિશાના પુરી શહેર તેમજ ગુજરાતના અમદાવાદ સહિત દેશના વિવિધ ભાગોમાં પરંપરાગત શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે પ્રારંભ થયો છે. અષાઢી બીજના પાવન અવસરે યોજાનારી આ યાત્રાને લઈને સમગ્ર દેશમાં ભારે ભક્તિમય માહોલ જોવા મળી રહૃાો છે.
આ મંગલમય અવસરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર દેશ અને વિદેશમાં વસતા તમામ શ્રદ્ધાળુઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પોતાના સંદેશામાં જણાવ્યું હતું કે, મહાપ્ર-છની રથયાત્રાના પાવન પ્રસંગે તેઓ શ્રીજગન્નાથના ભક્તોને શુભકામના પાઠવે છે. લોકમાન્યતા મુજબ આ પવિત્ર પરંપરા દરમિયાન ચક્રરાજ સુદર્શન, મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે મહાપ્રભુ જગન્નાથજી સ્વયં ભક્તોને મળવા નગરચર્યાએ નીકળે છે. ભગવાન અને ભક્તોના મિલનનો આ અવસર અદ્વિતીય છે. તેમણે દેશવાસીઓની સુખ-સમૃદ્ધિ માટે પણ પ્રાર્થના કરી હતી.
બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ મહાપ્રભુ જગન્નાથજીના આશીર્વાદ સદાય સૌ પર બનેલા રહે અને દેશવાસીઓના જીવનમાં નવી ઊર્જાનો સંચાર થાય તેવી મનોકામના સાથે સંસ્કૃત શ્લોક દ્વારા ભગવાન જગન્નાથજીને પ્રણામ કર્યા હતા.
ઓડિશાના પુરી શહેરમાં મુખ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં તીર્થયાત્રીઓ ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાની ભવ્ય શોભાયાત્રાના સાક્ષી બનવા માટે એકત્રિત થયા છે. આ અનન્ય યાત્રા જગન્નાથ મંદિરથી શરૂ થઈને ગુંડિચા મંદિર તરફ આગળ વધશે. સામાન્ય રીતે હિન્દુ ધર્મમાં ભક્તો ભગવાનના દર્શન કરવા માટે મંદિરે જાય છે, પરંતુ રથયાત્રાની આ પરંપરા અદ્વિતીય છે કારણ કે આ દિવસે ભગવાન પોતે પોતાના ભક્તોને આશીર્વાદ આપવા માટે નગરમાં પધારે છે. શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન (એસજેટીએ) દ્વારા આ મહોત્સવ માટેના સત્તાવાર ધાર્મિક અનુષ્ઠાનોની યાદી અગાઉથી જ જાહેર કરી દેવામાં આવી હતી.
સદીઓ જૂની પરંપરાને જાળવી રાખીને ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથોને ખલાસી સમુદાયના સભ્યો દ્વારા ખેંચવામાં આવી રહૃાા છે. ભગવાનના દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે.
જગન્નાથપુરીમાં નીકળેલી આ ભવ્ય રથયાત્રાનો નજારો કાંઈક ઓર જ છે. દેશ-વિદેશથી ઉમટી પડેલા દર્શનાર્થીઓથી પૂરીની સડકો ઉભરાઈ રહી છે. અને જય રણછોડ, માખણચોર સહિત ભગવાન જગન્નાથજી બદલભદ્રજી અને સુભદ્રાજીના જય જયકારનો ગગનભેદી નાદ ગુંજી રહ્યો છે. ઘણાં લોકો આ દુર્લભ ક્ષણોને પોતાના સેલફોન તથા કેમેરામાં કંડારી રહ્યા છે. ખૂબ જ ભકિતમય માહોલ છવાયો છે અને આગળ વધી રહેલી આ ભવ્યયાત્રા સાથે સાથે ભકતોનો ઉત્સાહ પણ વધી રહ્યો છે. જગન્નાથપુરીની રથયાત્રાનુ દેશવ્યાપી જીવંત પ્રસારણ થઈ રહ્યું છે, તેવી જ રીતે અમદાવાદની ભવ્ય રથયાત્રાનું પણ ચેનલો તથા સોશ્યલ મીડિયામાં જીવંત પ્રસાર થઈ રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial