Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સૌરાષ્ટ્ર-કચ્છના કરદાતાઓના હિતમાં મહત્ત્વપૂર્ણ ચર્ચાઃ
જામનગર તા. ૧૬: ગત્ તા. ૧લી જુલાઈના જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ રમણીકભાઈ અકબરીના નેતૃત્વમાં ચેમ્બરના પ્રતિનિધિ મંડળે જીએસટી અપીલેટ ટ્રિબ્યુનલ રાજકોટ બેચની મુલાકાત લીધી હતી અને કરદાતાઓના હિતમાં રાજકોટ બેંચને સત્વરે કાર્યરત કરવામાં આવેલ રજૂઆતના સંદર્ભમાં બેચ દ્વારા જ આમંત્રિત કરવામાં આવ્યા હતાં. આ પ્રતિનિધિ મંડળએ ત્યાં નિયુક્ત બે સભ્યો (જ્જ) પ્રમોદકુમાર રાય અને કિશોરી લાલ તથા આસિ. રજિસ્ટ્રાર ઓમ પ્રકાશ તિવારી તથા કાર્યકારી સેક્રેટરી ભાવેશકુમાર રાવલ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી.
રાજકોટ બેંચની જીએસટી અપીલેટ ટ્રિબ્યુનલ ઓફિસ તૈયાર થઈ ગઈ છે. ફર્નિચર સહિતનું કામ ચાલે છે, પરંતુ આગામી જન્માષ્ટમી પછી બેંચનું કામકાજ પૂર્ણ સ્વરૂપે શરૂ થનાર હોવાની અધિકારીઓએ માહિતી આપી હતી. બેંચ દ્વારા ખાત્રી આપવામાં આવી હતી કે, ફાઈનલ કરાયેલી અને હજુ વધારેલી તારીખ સુધી તૈયાર થયેલી ફાઈલો, અપીલોમાં ખામીઓ બાબતે અત્યંત ઉદાર અને લવચીક અભિગમ અપનાવવામાં આવશે. માત્ર મહત્ત્વપૂર્ણ ખામીઓ જ દર્શાવવામાં આવશે અને નાની-મોટી ઔપચારિક બાબતોના લીધે અપિલ અટકાવવામાં નહીં આવે. અપિલ સ્વીકારવા માટે ખૂબ જ નરમ વલણ રાખવામાં આવશે.
ટેક્સ, ટ્રેડ અને કોમર્સ ક્ષેત્રના લોકોમાં રહેલો ડર દૂર કરવા માટે બેંચે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી સાથે મળીને ટૂંક સમયમાં એક વેબીનાર અથવા રૂબરૂ સેમિનાર યોજવા તૈયારી દર્શાવી છે. જેમાં સામાન્ય રીતે જોવા મળતી ખામીઓ અંગે ચર્ચા કરી ઉકેલ લક્ષી અભિગમ રજૂ કરાશે, તેવી ખાત્રી આપવામાં આવી હતી.
જામનગર શહેર જિલ્લાના વેપાર, ઉદ્યોગ અને ટેક્સ પ્રોફેશ્નલને પડતી મુશ્કેલીઓ બાબતે ચેમ્બર ઓફ કોમર્સ હંમેશાં સક્રિય રહ્યું છે અને ભવિષ્યમાં પણ રહેશે.
રાજકોટની આ બેઠકમાં ભાવિક ધોળકીયા (સીએ), જોઈન્ટ સેક્રેટરી, પંકજ વાધર (એડવોકેટ) ચેરમેન - એસજી-એસટી પેનલ, ભરત ઓઝા (સીએ) ચેરમેન સીજીએસટી પેનલ, કપિલ સંઘવી (સીએ) - ચેરમેન ડાયરેક્ટર ટેક્સ અને કોર્પોરેટ લોઝ પેનલ, એડવોકેટ અક્ષતભાઈ વ્યાસ એક્ઝિક્યુટીવ બોડી - મેમ્બર્સ, એડવોકેટ જયેશ પટેલ - એક્ઝિક્યુટીવ બોડી મેમ્બર તથા એડવોકેટ અલ્પેશ ઉપાધ્યાય, આમંત્રિત એક્ઝિક્યુટીવ બોડી મેમ્બર ઉપસ્થિત રહ્યાં હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial