Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દરરોજ ટ્રાફિક જામની સમસ્યાઃ કોણ જવાબદાર ?
ખંભાળીયા તા. ૧૬: ખંભાળીયામાં લોકોની સગવડતા માટે રામનગર વિસ્તારમાં રામનાથ પૂલ પાસેથી છેક પોરબંદર રોડ સુધી કરોડોના ખર્ચે નવો રસ્તો બનાવવાનો મંજુર થતાં તથા કામ શરૂ થતાં રામનાથ પૂલ પર અડધો બનાવી મૂકી દેતા રોજ ટ્રાફિક સમસ્યા સાથે ગંભીર અકસ્માતનો ભય ઊભો થયો છે.
આ રોડ પરના પૂલ પર ટ્રાફિક જામ થતાં કલાકો સુધી વાહનો અટવાઈ જતાં શાળાએથી બાળકો ના આવતા વાલીઓમાં દોડાદોડી થઈ ગઈ હતી.
અણઘડ કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તો બનાવવામાં પૂલની એક બાજુનો રોડ બનાવી દેવાયો છે જેની શરૂઆતમાં લોખંડના સળીયા ઢાંકેલા ના હોય, ત્યાંથી વાહન નીકળે તો ટાયર પંચર થઈ જાય તેમ હોય, સીંગલ સાઈડમાંથી બે તરફનો ટ્રાફિક નીકળતા દરરોજ ટ્રાફિક જામ થાય છે. અને નાના છાત્રો સાયકલ લઈને નીકળતા તે પણ ફસાતા પૂલ પરથી નદીમાં પડતા અકસ્માત થવાનો ભય રહે છે. તો રોજ ટ્રાફિક જામથી આ રસ્તે નીકળનારા પણ રોજ પરેશાન થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial