Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફરિયાદી પૂરતા પુરાવા રજૂ કરવામાં નિષ્ફળઃ
જામનગર તા. ૧૬: જામનગરના હાપામાં રહેતા અને રેલવેમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતા એક અધિકારી સામે ચેક પરતની ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતા અદાલતે આરોપી પક્ષની દલીલ ગ્રાહ્ય રાખી આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.
જામનગર નજીકના હાપામાં વસવાટ કરતા અને વેસ્ટર્ન રેલવેના એમસીએફના હોદા પર ફરજ બજાવતા કૈલાસગીરી ગોસાઈ સામે જામનગરની અદાલતમાં ગિરીશગીરી ગોસ્વામીએ લાખો રૂપિયાના ચેક પરતની ફરિયાદ નોંધાવી હતી.
તે કેસ ચાલવા પર આવતા અદાલતમાં આરોપીના વકીલે દલીલ કરી હતી કે, ફરિયાદીએ આ રકમ આપી હોવાના પુરતા પુરાવા રજૂ કર્યા નથી માત્ર ચેક કે સહીના આધારે આરોપીને દોષિત ઠેરવી શકાય નહી. તે દલીલ ગ્રાહ્ય રાખી અદાલતે રેલવેના અધિકારી કૈલાસગીરી ગોસાઈનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ અનિલ મહેતા, વિવેક જાની, અર્જુનસિંહ સોઢા, ભરત વસરા, પાયલ રાઠોડ, દેવીબેન ચાવડા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial