Advertisement
Author: નોબત સમાચાર

છૂટાછેડાની અદાવતમાં પૂર્વ જમાઈએ કરેલી હત્યામાં આરોપીઓ જેલહવાલે

બે સાગરિતને સાથે રાખી કરી હતી હત્યાઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૬: ઓખામંડળના આરંભડા પાસેના ચોપગી વિસ્તારમાં ગયા રવિવારની રાત્રે એક પ્રૌઢની કરાયેલી હત્યાના ત્રણ આરોપીને અદાલતે જેલહવાલે કર્યા છે. એક શખ્સે પોતાના થયેલા છૂટાછેડાનો ખાર રાખી કાકાજીને બે સાગરિત સાથે મળી પતાવી દીધાનું ખૂલ્યું હતું.

ઓખામંડળમાં આરંભડા નજીક આવેલા ચોપગી વિસ્તારમાં ગોવિંદભાઈ ભનુભાઈ મકવાણા નામના એક પ્રૌઢની રવિવારની રાત્રે હત્યા કરી નાખવામાં આવી હતી. માછીમારી માટે ગયેલા આ પ્રૌઢ સોમવારે પરત ન ફરતા તેઓની શોધખોળ કરાતી હતી. જેમાં તેમના ભત્રીજી વર જય વિજયભાઈ પરમારે છૂટાછેડા થયાનો ખાર રાખી રમેશભાઈ લખમણભાઈ પરમાર, રામાભાઈ ભીખુભાઈ વાઘેલાને સાથે રાખી આ પ્રૌઢને મારકૂટ કરી ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી દીધાનું ખૂલ્યું હતું.

આ શખ્સોએ ગોવિંદભાઈને પતાવી દઈ તેઓનો મૃતદેહ દરિયાકાંઠે રેતીમાં દાટી દીધો હતો. પોલીસે ડીવાયએસપી સાગર રાઠોડના વડપણ હેઠળ શરૂ કરેલી તપાસમાં આરોપીઓ ઝડપાઈ ગયા હતા.  ત્રણેય આરોપીને અદાલતમાં રજૂ કરવામાં આવતા જેલહવાલે કરાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh