Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં દબાણ હટાવ ઝુંબેશઃ શાક માર્કેટ માર્ગે રેંકડીધારકોને દૂર ખસેડાયા

મહાનગરપાલિકા, પોલીસનું સંયુક્ત ઓપરેશનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: જામનગરમાં દિપક સિનેમાથી શાક માર્કેટ સુધીના માર્ગે મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સમયે રેધડીધારકોની નાશભાગ મચી જવા પામી હતી. જામનગરમાં દિપક ટોકિઝથી શાક માર્કેટ સુધીના માર્ગે રેંકડીધારકો જાહેર રોડ ઉપર ઊભા રહતા હોવાથી ટ્રાફિક સમસ્યા સર્જાય છે. પરિણામે આ પ્રશ્નના ઉકેલ માટે ગઈકાલે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ પલીસને સાથે રાખીને ગઈકાલે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી. આ સમયે રેંકડીધારકોમાં દોડધામ મચી જવા પામી હતી. આ સમયે મહાનગરપાલિકા દ્વારા અમુક રેંકડી, તેમના વજનકાંટા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દબાણ હટાવાયા પછી સમગ્ર વિસ્તાર ખુલ્લો થયો હતો, જો કે આ બધું ગઈકાલે જ જોવા મળ્યું હતું. આજે પાછી સ્થિતિ પૂર્વવત જોવા મળી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh