Advertisement
Author: નોબત સમાચાર

ઈરાનને પછાડીને તેના ટાપુઓ કબજે કરવા ભૂમિદળો મોકલશે અમેરિકાઃ ટ્રમ્પનો પ્લાન

હવાઈ યુદ્ધ ઉપરાંત હવે જમીની યુદ્ધની તૈયારી ?

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન તા. ૧૬: હવે હવાઈ હુમલાઓ ઉપરાંત જમીન માર્ગો પણ અમેરિકન દળો ઈરાનમાં ઘુસવાની તૈયારી કરી રહ્યા છે, તેથી જમીની યુદ્ધનું કાઉન્ટ ડાઉન શરૂ થયુ હોય તેમ જણાય છે. ટ્રમ્પે ઈરાનને નેસ્તનાબુદ કરવા પ્લાન ઘડયો છે. ટ્રમ્પે સિચ્યુએશન રૂમમાં તેમના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને અનેક લશ્કરી વિકલ્પો પર ચર્ચા કરી હતી.

વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ, અમેરિકન અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમના વરિષ્ઠ સલાહકારો સાથે ઘણા દિવસોની પરામર્શ પછી, ટ્રમ્પ આ દિશામાં ઝુકાવ ધરાવે છે. આમાં હોર્મુઝ નજીક ભૂમિ સેના મોકલવાનો અને ઈરાની ટાપુઓ કબજે કરવાનો વિકલ્પ શામેલ છે.

મીડિયા અહેવાલો મુજબ, ટ્રમ્પ વહીવટીતંત્ર ઈરાન સામે તેની લશ્કરી કાર્યવાહીનો વ્યાપ વધારવાનું ગંભીરતાથી વિચારી રહૃાું છે. ત્રણ મુખ્ય વિકલ્પો પર ચર્ચા થઈ રહી છે. પહેલો વિકલ્પ હવાઈ હુમલાઓને વધુ તીવ્ર બનાવવાનો છે. બીજો વિકલ્પ હોર્મુઝ નજીક ઈરાની ટાપુઓ કબજે કરવા માટે જમીની દળો મોકલવાનો છે. ત્રીજો વિકલ્પ એ ભારે કિલ્લેબંધીવાળા સ્થળ પર બોમ્બમારો કરવાનો છે જેનો ઉપયોગ ગુપ્ત પરમાણુ પ્રવૃત્તિઓ માટે થઈ શકે છે.

આ પહેલા ટ્રમ્પે સિચ્યુએશન રૂમમાં એક મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં યુએસ સૈનિકો દ્વારા ખાર્ગ ટાપુ અને હોર્મુઝની આસપાસના અન્ય સ્થળો પર કબજો કરવાની શક્યતા અંગે ચર્ચા કરવામાં આવી હતી. પિકેક્સ માઉન્ટેનમાં ટનલ કોમ્પ્લેક્સ પર બોમ્બમારો કરવાના વિકલ્પ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ સ્થળ પરમાણુ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલું હોવાનું કહેવાય છે, અને યુએસે હજુ સુધી તેને નિશાન બનાવ્યું નથી. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઈરાનમાં ઊર્જા સ્થાપનો સહિત અન્ય સ્થળો પર હવાઈ હુમલા વધારવાનો વિકલ્પ ખુલ્લો રહે છે. આનો અર્થ એ છે કે યુએસ પાસે ઘણાં વિકલ્પો ઉપલબ્ધ છે, અને હજુ સુધી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

જો કે, આ સમગ્ર હિલચાલ સ્પષ્ટપણે સૂચવે છે કે યુએસ ઈરાન અંગે તેની લશ્કરી નીતિમાં મોટા ફેરફાર પર વિચાર કરી રહૃાું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh