Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જન્મ દિવસે પણ સરકારી કાર્યોમાં રહ્યા સક્રિય
ગાંધીનગર તા. ૧૬: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તા. ૧૫ જુલાઈને બુધવારે શહેરી વિકાસ વિભાગ, માહિતી પ્રસારણ વિભાગ સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોની સર્વગ્રાહી કામગીરી સમીક્ષા બેઠકમાં વ્યસ્ત રહીને જનસુવિધા સુખાકારી માટેના કામોનું માર્ગદર્શન આપ્યુ હતું અને આ લોકચાહનાને વધુ પ્રબળ બનાવી હતી. એટલુ જ નહિ, વડાપ્રધાનના ડ્રિમ પ્રોજેક્ટ અને દેશના ફાયનાન્સિયલ હબ તરીકે પ્રથાપિત થઈ રહેલા ગિફ્ટ સિટીમાં કાર્યરત અને પ્રગતિ હેઠળના પ્રોજેક્ટ્સની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરિષ્ઠ અધિકારીઓ સાથે સ્થળ મૂલાકાત કરીને સ્થળ સમીક્ષા હાથ ધરી હતી. તેઓ પોતાનો જન્મદિવસ હોવા છતાં સરકારી કાર્યોમાં વ્યસ્ત રહ્યા હતાં.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહ મંત્રી અમિતભાઈ શાહ સહિત જુદા જુદા રાજ્યોના રાજ્યપાલઓ, મુખ્યમંત્રીઓ, કેન્દ્રિય મંત્રીઓ અને પદાધિકારીઓ તથા સમાજ જીવનના અગ્રણીઓ વગેરે મુખ્યમંત્રીને તેમના જન્મ દિવસ પ્રસંગે ટેલિફોનિક શુભેચ્છાઓ પાઠવી હતી અને રાજ્યના અવિરત વિકાસમાં તેમનું યોગદાન મળતું રહે એવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીએ પોતાના જન્મદિવસે કામકાજની શરૂઆત રાજ્ય મંત્રીમંડળની બેઠકથી કરી હતી અને ત્યાર પછી સતત વિભાગોની બેઠકોમાં વ્યસ્ત રહૃાા હતા. અને દૃષ્ટાંત બેસાડયુ હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial