Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વડાપ્રધાન અને કેન્દ્રિય વાણિજય મંત્રીને પત્ર
અમદાવાદ તા. ૧૬: પેટન્ટ નોંધણી પ્રક્રિયામાં સુધારા માટે અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા વડાપ્રધાન અને કેન્દ્રિય વાણિજ્ય મંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ વેલ્ફેર ફાઉન્ડેશને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલને પત્ર લખી ભારતની પેટન્ટ નોંધણી અને મંજૂરી પ્રક્રિયાની પુનઃ સમીક્ષા કરીને તેને વધુ ઝડપી, સરળ અને અસરકારક બનાવવા રજૂઆત કરી છે. ફાઉન્ડેશને રજૂઆતમાં જણાવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં પેટન્ટ અરજીઓમાં ઐતિહાસિક વધારો થયો છે, જે ભારતની વધતી જતી સંશોધન ક્ષમતાનું પ્રતિબિંબ છે.
આ માટે કેન્દ્ર સરકારની સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવી યોજનાઓ પ્રશંસનીય છે. તેમ છતાં ચિંતા નો વિષય છે કે, અનેક નવીન શોધો લાંબી મંજૂરી પ્રક્રિયાના કારણે સમયસર બજારમાં પહોંચી શકતી નથી. ખાસ કરીને સ્ટાર્ટઅપ, એમએસએમઈ અને વ્યક્તિગત સંશોધકોને તેની અસર વધુ થાય છે.
ફાઉન્ડેશને સરકારને વિગતવાર કરેલા સૂચનોને સંક્ષિપ્તમાં જોઈએ તો ફાઉન્ડશને પેટન્ટ મંજૂરી પ્રક્રિયાને સમયબદ્ધ બનાવવા. સ્ટાર્ટઅપ, એમએસએમઈ અને વ્યક્તિગત શોધકર્તાઓ માટે ઝડપી મંજૂરી વ્યવસ્થા અમલમાં મુકવા અને સંપૂર્ણ ડિજિટલ અને પારદર્શક મોનીટરીંગ થાય તેવી પ્રક્રિયા વિકસાવવા ભારપુર્વક રજૂઆત કરી છે.
મુદ્દાસર વિસ્તૃત રજૂઆતોમાં જણાવાયુ છે કે પેટન્ટને માત્ર નોંધણી પૂરતું નહીં રાખી તેના વ્યાવસાયિક ઉપયોગ અને બજારમાં પહોંચ માટે વિશેષ પ્રોત્સાહન ની વ્યવસ્થા ઉભી કરવી જરૂરી છે.
આ અંગે ફાઉન્ડેશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ જણાવ્યું હતું કે, *પેટન્ટ માત્ર બૌદ્ધિક સંપત્તિ નથી, પરંતુ રાષ્ટ્રની આર્થિક સંપત્તિ છે. દરેક પેટન્ટ એક ઉત્પાદન બને, દરેક ઉત્પાદન રોજગારી અને રાષ્ટ્રીય સમૃદ્ધિનું કારણ બને તે માટે હવે પેટન્ટ વ્યવસ્થામાં આગામી તબક્કાના સુધારાની જરૂર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial