Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની પોસ્ટઓફિસમાં બોમ્બ મૂકાયાની ધમકીવાળો ઈ-મેઈલ આવ્યોઃ કંઈ ન મળ્યું

એસઓજી, બીડીએસની ટીમે સઘન ચકાસણી હાથ ધરીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: જામનગરની પોસ્ટઓફિસમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાની ધમકી આપતો ઈ-મેઈલ ગઈકાલે આવ્યા પછી પોસ્ટઓફિસમાં એસઓજી તથા બીડીએસની ટીમે સઘન ચકાસણી કરી હતી. એક કલાકના સર્ચ ઓપરેશન પછી કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી.

જામનગરના ચાંદીબજાર વિસ્તારમાં આવેલી પોસ્ટઓફિસમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે તેવો ઈ-મેઈલ મળતા ગઈકાલે સાંજે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ તેમજ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સહિતની ટીમો પોસ્ટઓફિસ દોડી ગઈ હતી.

ત્યાં સતત એક કલાક સુરી પોસ્ટઓફિસ પરિસર ઉપરાંત દરેક ઓરડા, સ્ટોર રૂમ વગેરેની ચકાસણી કરવામાં આવ્યા પછી કોઈ શંકાસ્પદ કે વિસ્ફોટક પદાર્થ ન મળી આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh