Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દુકાન સહિતની બાબતનો ખાર હોવાનું જણાવાયું:
જામનગર તા. ૧૬: જામનગરના મુંગણી ગામમાં મંગળવારે સાંજે એક યુવાન પર તેમના ભાઈ-ભાભી તથા ભત્રીજાએ ભાલા, પાઈપ, લાકડીથી જીવલેણ હુમલો કરી મરણતોલ માર માર્યાે હતો. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી ઓપરેશન કરવું પડ્યું છે. ઈજાગ્રસ્તના પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગર તાલુકાના સિક્કા નજીકના મુંગણી ગામમાં વસવાટ કરતા તેજલબા કિરીટસિંહ કંચવા નામના મહિલાએ મુંગણી ગામમાં જ રહેતા પોતાના કૌટુંબિક મહિપતસિંહ રણજીતસિંહ કંચવા, વર્ષાબા મહિપતસિંહ કંચવા, જયવીરસિંહ મહિપતસિંહ કંચવા સામે હુમલો કર્યાની સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ ઉપરોક્ત ત્રણ વ્યક્તિઓ તેજલબાને અવારનવાર ઘર ખાલી કરીને બીજે અને તેમનાથી દૂર રહેવા જવા માટે દબાણ કરતા હતા. તે બાબતે બોલાચાલી થતાં ઝઘડા થતાં રહેતા હતા. તે ઉપરાંત દુકાન બાબતનો પણ ઉપરોક્ત વ્યક્તિઓને ખાર હતો. તે દરમિયાન મંગળવારે સાંજે તેજલબા તથા તેમના પતિ કિરીટસિંહ ઘરે હતા ત્યારે મહિપતસિંહે ગાળો ભાંડી હતી. તેથી કિરીટસિંહ તેમને સમજાવવા ઘરની બહાર જતા મહિપતસિંહે પોતાની પાસે રહેલા ભાલા જેવા હથિયાર તેમજ વર્ષાબાએ પાઈપ અને જયવીરસિંહે લાકડીથી હુમલો કર્યાે હતો.
આ શખ્સોએ કિરીટસિંહને મારી નાખવાના ઈરાદે આડેધડ માર મારતા કિરીટસિંહને પેટથી માંડી મરોડ સુધી ભાલાનો ઉંડો ઘા લાગી ગયો હતો. વધુ પડતો રક્તસ્ત્રાવ થઈ જતા કિરીટસિંહને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી ઓપરેશન કરવંુ પડ્યું છે. આ બાબતની ગઈકાલે બપોરે તેજલબાએ સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પીઆઈ ડી.બી. પટેલે હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial