Advertisement
Author: નોબત સમાચાર

અંદાજે સિતેર-એંસી હજારની વસ્તી ધરાવતા સલાયામાં વીજ ધાંધિયાથી લોકો પરેશાન

                                                                                                                                                                                                      

સલાયા તા. ૧૬: સલાયા શહેર હાલમાં વીજ સંકટ અને વીજ પુરવઠાની અનિયમિતતાનો સામનો કરી રહ્યું છે. અંદાજે ૭૦,૦૦૦ થી ૮૦,૦૦૦ ની વસ્તી અને અંદાજે ૬,૦૦૦ થી વધુ વીજ જોડાણો ધરાવતા આ વિસ્તારમાં લાંબા સમયથી વીજ પુરવઠો ખોરવાઈ જવાની સમસ્યાથી સ્થાનિક લોકો અને વેપારીઓ ભારે મુશ્કેલીમાં મૂકાયા છે.

આ બાબતે સલાયા નગરપાલિકાના સદસ્ય બિલાલ હનીફ ભાયા તેમજ સલાયા ભાડેલા મુસ્લિમ જમાત, વાઘેર વેપારી એજ્યુકેશન એન્ડ વેલ્ફેર એસોસિએશન, સલાયા વાઘેર મુસ્લિમ જમાત દ્વારા પી.જી.વી.સી.એલ.ના નાયબ કાર્યપાલક ઈજનેરને લેખિત રજૂઆત કરી તાકીદે પગલાં લેવા માંગ કરી છે, જેમાં સલાયામાં નિયમિત અને પૂરતો વીજપુરવઠો આપવા માટે તંત્ર સમક્ષ અવારનવાર રજૂઆતો કરવા છતાં આજદિન સુધી કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી, જેની તાકીદે વ્યવસ્થા કરવા તેમજ સલાયામાં પીજીવીસીએલ કચેરીમાં પૂરતો સ્ટાફ પૂરો પાડવા, કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓની વિગતો અને તેમના ફોન નંબર દર્શાવતું નોટીસ બોર્ડ લગાવવામાં આવે જેથી ગ્રાહકો તેમનો સંપર્ક કરી શકે. રાત્રિ દરમિયાન લાઈન ફોલ્ટ માટે સ્ટાફને હાજર રાખવા અને સ્ટ્રીટ લાઈટ માટે અલગ કેબલ જોડવા માંગણી સાથે રજૂઆત કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh