Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય ત્રણ શખ્સના નામ ખૂલ્યાઃ
જામનગર તા. ૧૬: જામનગરના ખોડિયાર કોલોની નજીક એક પેટ્રોલપંપ પાસેથી ગઈકાલે રાત્રે એક શખ્સ પોતાના મોબાઈલમાં ક્રિકેટનો સટ્ટો રમતો મળી આવ્યો છે. તેણે અન્ય ત્રણના નામ આપ્યા છે. મોબાઈલ, રોકડ મળી રૂા.૭૧૬૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં મોલ નજીકના પેટ્રોલપંપ પાસે ગઈકાલે રાત્રે એક શખ્સ પોતાના મોબાઈલમાં ક્રિકેટનો સટ્ટો રમતો હોવાની બાતમી પરથી સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો.
પેટ્રોલપંપની પાછળ દ્વારકેશધામ એપાર્ટમેન્ટમાં રહેતો અંકુર મનોજભાઈ પરમાર નામનો શખ્સ ત્યાંથી મળી આવ્યો હતો. આ શખ્સ પોતાના મોબાઈલમાં એક આઈડી પરથી હાલમાં ઝિમ્બાબ્વે તથા બાંગ્લાદેશ દેશની ક્રિકેટ ટીમ વચ્ચે ચાલતા ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો મળી આવ્યો હતો.
આ શખ્સનો મોબાઈલ તથા રૂા.૧૬૦૦ રોકડા મળી રૂા.૭૧૬૦૦નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાે છે. આ શખ્સે આઈડી આપનાર જામનગરના વિશાલ ભારદીયા, અમદાવાદના અભિષેક રાજાણી તથા અભિષેક રાજાણીના મિત્રના નામ આપ્યા છે. ચારેય સામે જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial