Advertisement
Author: નોબત સમાચાર

રાવલમાં ૧૮ જુલાઈને શનિવારે યોજાશે સર્વરોગ-નેત્ર નિદાન અને રકતદાન કેમ્પો

સંત દેવુ ભગતની પુણ્યતિથિ મનોજભાઈ સોની દ્વારા

                                                                                                                                                                                                      

રાવલ તા. ૧૬: રાવલમાં ૧૮ મી જુલાઈને શનિવારે સંત દેવુભગતની પુણ્યતિથિ નિમિત્તે ત્રિવિધ સેવાયજ્ઞો યોજાશે.

સંતશ્રી દેવુભગતની પુણ્યતિથિ નિમિત્તે તેઓના પરમભકત મનોજભાઈ સોની દ્વારા તેમની ટીમના સહયોગથી ત્રિવિધ સેવાયજ્ઞો યોજાશે, અને અનેકિવધ ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. શનિવારને તા. ૧૮મી જુલાઈ રાજકોટની ગોકુલ મલ્ટીસ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલના નિષ્ણાત તબીબોના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પ, પોરબંદરના ડો. ઓડેદરા અને ડો. ગરેજાના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ, પોરબંદરની શ્રીરામ બ્લડ બેન્કના સહયોગથી રકતદાન કેમ્પ તથા પોરબંદરના ડો. કરન રાણાવાયના સહયોગથી દંત નિદાન કેમ્પ યોજાશે.

નવી નગરપાલિકા, ખોજાખાના પાસેના બિલ્ડીંગમાં યોજાનારા સર્વરોગ નિદાન કેમ્પમાં ન્યુરો સર્જન ડો. પ્રકાશભાઈ મોંઢા, ક્રિટીકલ કેર સ્પેશ્યાલિસ્ટ ડો. તેજશ મોતીવરસ, ઓથો એન્ડ સ્પાઈન સર્જન ડો. કલ્પેશ બજાણીયા અને લેપ્રોસ્કોપીક સર્જ ડો. કમલ ભટ્ટ સેવાઓ આપશે, તદૃુપરાંત આંખ અને દાંતના નિષ્ણાત તબીબો પણ અહીં જ સેવાઓ આપશે.

રકતદાન કેમ્પ રાવલમાં સોની મહાજનવાડીમાં યોજાશે, જેમાં બહોળી સંખ્યામાં રકતદાતાઓએ રકતદાન કરવાની તૈયારી બતાવી છે. જે આંખના દર્દીઓને મોતિયાના ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને ઓપરેશનની વ્યવસ્થા પણ આયોજકો તરફથી કરી અપાશે. કેમ્પનો સમય તા. ૧૮ જુલાઈના સવારે ૧૦-૩૦ થી બપોરે ૧૨-૩૦ સુધીનો રાખવામાં આવ્યો છે. રાવલ અને આજુબાજુના ગામોના લોકોને તેનો લાભ લેવા આયોજકો તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh