Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બળજબરીથી પૈસા કઢાવી લેવાયા હતાઃ
જામનગર તા. ૧૩: જામનગરના અંધાશ્રમ પાસે થોડા મહિના પહેલાં એક યુવાનને ધમકી આપી માર મારવા ઉપરાંત બળજબરીથી રોકડ રકમ કઢાવી લેવાના નોંધાયેલા ગુન્હામાં બે શખ્સની ધરપકડ કરાઈ હતી. અદાલતે એક આરોપીની જામીન અરજી મંજૂર રાખી છે.
જામનગરના અંધાશ્રમ આવાસ પાસે બપોરના સમયે મહેશભાઈ ભુરીયા નામના યુવાન હતા ત્યારે ત્યાં ધસી આવેલા બે શખ્સે છરી બતાવી ધાકધમકી આપવા ઉપરાંત મારકૂટ કરી ખિસ્સામાંથી રોકડ રકમ પડાવી લીધી હતી અને એક શખ્સે પાઈપથી માર માર્યાે હતો. તેવી પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.
આ બનાવનો વીડિયો વાયરલ થયો હતો. પોલીસે શરૂ કરેલી તપાસમાં લાલીયા સાયબા તથા હરપાલસિંહ નવલસિંહ ઝાલા નામના શખ્સોએ ઓળખી લીધા હતા અને બંનેની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.
આરોપીમાંથી હરપાલ સિંહ ઝાલાએ જામીનમુક્ત થવા અદાલતમાં અરજી કરતા અદાલતે આરોપીના વકીલ મોહસીન ગોરી, દર્શનપુરી ગોસ્વામીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial