Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના તિરૂપતિ પાર્ક-રમાં યુવતીએ ગળાફાંસો ખાઈ કરી લીધી આત્મહત્યા

મૃતકના પિતાનું પોલીસે નિવેદન નોંધ્યું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરના તિરૂપતિ પાર્ક-ર  વિસ્તારમાં વસવાટ કરતા એક યુવતીએ મંગળવારની રાત્રે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે મૃતકના પિતાનું નિવેદન નોંધ્યું છે.

જામનગરના ઢીંચડા રીંગ રોડ પર આવેલા તિરૂપતિ પાર્ક-રમાં વસવાટ કરતા મનોજભાઈ રામપુજન કનોજીયા નામના પ્રૌઢની ૨૧ વર્ષની પુત્રી ખુશીબેન ગયા મંગળવારે રાત્રે દસેક વાગ્યે પોતાના ઘરે હતા.

ત્યારે આ યુવતીએ કોઈ અગમ્ય કારણથી મરી જવાનો કઠોર નિર્ણય કરી છતમાં રહેલા પંખામાં ચુંદડી પરોવી ગાળીયો બનાવ્યા પછી ગળા ફાંસો ખાઈ લીધો હતો. આ યુવતીનું મૃત્યુ નિપજ્યું છે.

ઉપરોક્ત બનાવ અંગે મનોજભાઈ કનોજીયાએ પોલીસને જાણ કરતા સિટી સી ડિવિઝનના જમાદાર એસ.એમ. જાડેજાએ અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh