Advertisement
Author: નોબત સમાચાર

સપ્તાહમાં ૫ાંચ દિવસ બેન્કીંગની માંગ સામે સૂત્રોચ્ચાર-દેખાવો કરાયા

જામનગરમાં બેંક કર્મચારીઓ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: બેંકોમાં પાંચ દિવસનું સપ્તાહ કરવાની માંગ સામે ગઈ સાંજે જામનગરાં બેંક કર્મચારીઓ દ્વારા દેખાવો - સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં.

અગાવ બેંકો સોમવારથી શુક્રવાર સુધી આખો દિવસ અને તમામ શનિવારે અડધો દિવસ ચાલુ રહેતી હતી. આ પછી બીજા અને ચોથા શનિવારની રજા જાહેર કરવામાં આવી હતી.

ડિજીટલ બેંકીંગના કારણે બેંકમાં ગ્રાહકોની અવરજવર ઘટી હતી. આથી અન્ય બાકી શનિવારની રજા જાહેર કરવા વિચારણા કરવામાં આવી હતી.

આ પછી દરરોજ ૪૦ મિનિટ બેંકમાં કામકાજનો સમય વધારી દરેક શનિવારની રજા આપવા સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. પરંતુ લાંબા સમયથી શનિવારની રજાનો નિર્ણય લેવામાં આવતો નથી. આ મુદ્દે લાંબા સમય ગાળાથી બેંક યુનિયનો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે.

ગઈકાલે જામનગરમાં પણ યુકો બેંક પાસે બેંક કર્મચારીઓ દ્વારા દેખાવો-સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં અને શનિવારની રજા જાહેર કરવાની માંગણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ગુજરાત બેંક વર્કર યુનિયનના જોઈન્ટ સેક્રેટરી કુલીન ધોળકીયા અને મલમ જોષી ઉપરાંત મનોજ મહેતા, રવિરાજસિંહ ગોહિલ, સબાનાબહેન સહિતના બેંક કર્મચારીઓ જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh