Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૩: લાલપુરના સીંગચ ગામમાં ગઈકાલે એક બોગસ તબીબ ઝડપાઈ ગયો છે. પશ્ચિમ બંગાળના આ શખ્સ દ્વારા પોતે ડોકટર ન હોવા છતાં બીમાર લોકોની સારવાર કરવામાં આવી રહી હતી. તેના કહેવાતા ક્લિનીકમાંથી દવા તથા તબીબી સાધનો ઝબ્બે લેવામાં આવ્યા છે. લાલપુર તાલુકાના સીંગચ ગામમાં એક શખ્સ તબીબ ન હોવા છતાં બીમાર લોકોની સારવાર કરતો હોવાની વિગતો મળતા જામનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. જેમાં સીંગચના ખારી વિસ્તારમાં આ પ્રકારનો એક ડોક્ટર હોવાની વિગત મળી હતી.
ત્યારપછી ગઈકાલે સીંગચમાં ચકાસણી કરાતા ત્યાંથી મૂળ પશ્ચિમ બંગાળના નાદીયા જિલ્લાના બેટાઈ ગામનો વતની અને હાલમાં સીંગચમાં વસવાટ કરતો મહાનંદા કમળકંતા ગોસ્વામી (ઉ.વ.૫૧) નામનો શખ્સ મળી આવ્યો હતો. તેની પાસે ડોક્ટર મેહુલ જે. ગોહિલે સર્ટિફિકેટ જોવા માંગતા આ શખ્સ તબીબ ન હોવાનું ખૂલ્યું છે. તેના કહેવાતા દવાખાનામાંથી દવા તથા તબીબી સાધનો પોલીસે કબજે કરી લીધા છે. ડો. મેહુલ ગોહિલે ખુદ ફરિયાદી બની મેઘપર પોલીસ સ્ટેશનમાં મેડિકલ પ્રેક્ટિસનર્સ એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial