Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગર ભાજપ દ્વારા
જામનગર તા. ૧૩: ભારતીય જનતા પાર્ટી જામનગર દ્વારા સંત શિરોમણી શ્રી રવિદાસજી મહારાજની ૬૫૦મી જયંતી નિમિત્તે શહેરના વોર્ડ નં. ૧ થી ૧૬ના તમામ વોર્ડમાં ભવ્ય અને દિવ્ય 'દિપોત્સવ' કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર જામનગર શહેરમાંથી બહોળી સંખ્યામાં નાગરિકો અને કાર્યકર્તાઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.
વોર્ડ નં.૧માં યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં જામનગર શહેર ભાજપ અધ્યક્ષા શ્રીમતી બીનાબેન કોઠારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પૂજ્ય રવિદાસજી મહારાજના દિવ્ય જીવન, તેમના ક્રાંતિકારી વિચારો અને સમાજમાં સામાજિક સમરસતા તથા એકતા લાવવા માટેના તેમના મહાન પ્રદાન વિશે વિસ્તૃત વકતવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ સાથે જ 'સમરસતા સંકલ્પ અભિયાન'ની માહિતી પણ સૌ નાગરિકો સુધી પહોંચાડવામાં આવી હતી.
સંત રવિદાસજી મહારાજે આપેલા અમર સંદેશાને યાદ કરતા વક્તાઓએ જણાવ્યું હતું કે, સંત રવિદાસજીએ જે સામાજિક સમરસતા, સમાનતા અને અંત્યોદય (છેવાડાના માનવીનો વિકાસ)નો દિવ્ય સંદેશ આપ્યો હતો. તે જ વિચારોને સાકાર કરવાનું કાર્ય આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર પોતાના વિવિધ વિકાસકાર્યો અને જનકલ્યાણ કારી યોજનાઓ દ્વારા નિષ્ઠાપૂર્વક કરી રહી છે. સંતશ્રીના આ વિચારોમાંથી પ્રેરણા લઈને ભાજપ સરકાર 'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ'ના મંત્ર સાથે આગળ વધી રહી છે.
આ સમગ્ર દિવ્ય દિપોત્સવ કાર્યક્રમને શહેરના તમામ ૧૬ વોર્ડમાં સફળ બનાવવા માટે પૂર્વ મેયર વિનોદભાઈ ખીમસુરીયા (ઇન્ચાર્જ), સહ ઈન્ચાર્જશ્રીઓમાં શહેર ભાજપ ઉપાધ્યક્ષ વિજયભાઈ પરમાર, શહેર ભાજપ ઉપાધ્યક્ષ શ્રીમતી દયાબેન પરમાર, શહેર ભાજપ મંત્રી શ્રીમતી નીતાબેન પરમાર અને જામનગર મહાનગર અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ચંદ્રગુપ્ત રાઠોડ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તેમ કન્વીનર ભાર્ગવ ઠાકરે
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial